100થી વધુ યુવકો મ્યાનમાર જોબ સ્કેમમાં ફસાયા
વિદેશમાં ઊંચા પગારની લાલચે મ્યાનમાર ગયેલા વડોદરાના 10 સહિત ગુજરાતના 100થી વધુ યુવાનો ફસાયા

100થી વધુ યુવકો ફસાયા

100થી વધુ યુવકો ફસાયા
વિદેશમાં સ્થાયી થવાની અને ઊંચા પગારની નોકરી મેળવવાની ઘેલછા હવે ગુજરાતી યુવાનો માટે જીવનું જોખમ સાબિત થઈ રહી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંઢાસાલ ગામના યુવક સહિત ગુજરાતના વિવિધ ભાગોના અંદાજે ૧૦૦થી વધુ યુવાનો મ્યાનમારમાં ચાલી રહેલા એક ભયાનક મ્યાનમાર જોબ સ્કેમનો ભોગ બન્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 20 દિવસથી નર્ક જેવી સ્થિતિમાં જીવી રહેલા આ યુવાનોએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને ભારત સરકાર અને વિદેશ મંત્રાલય પાસે તેમને વતન પરત લાવવા માટે કરુણ આજીજી કરી છે.
યુવાનોને ડેટા એન્ટ્રીની નોકરીના બહાને મ્યાનમાર મોકલ્યા
આ ઘટનાની વિગત મુજબ, એજન્ટો દ્વારા આ યુવાનોને ડેટા એન્ટ્રીની નોકરીના બહાને મ્યાનમાર મોકલવામાં આવ્યા હતા. જોકે, ત્યાં પહોંચ્યા બાદ યુવાનોને વાસ્તવિકતા સમજાઈ હતી કે, તેઓ કોઈ કાયદેસરની નોકરી નહીં પણ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ રેકેટ એટલે કે, મ્યાનમાર જોબ સ્કેમમાં ફસાઈ ગયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં આવા જ એક રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેની જાણ થતાં જ આ યુવાનો ફફડી ગયા હતા અને તક મળતા જ જે-તે કંપનીમાંથી ભાગી છૂટ્યા હતા. હાલમાં આ યુવકો મ્યાનમારના માયા વાડી વિસ્તારમાં 1 સ્થાનિક NGO દ્વારા ચલાવવામાં આવતા સેફ હાઉસમાં આશરો લઈ રહ્યા છે, જ્યાં તેમની સ્થિતિ અત્યંત ગંભીર છે.
આ પણ વાંચો: ગુજરાતીઓને જોબના નામે મ્યાનમાર મોકલી, સાયબર ગુલામી
બળજબરીપૂર્વક 14થી 18 કલાક સુધી ગેરકાયદેસર કામ કરાયું
વાયરલ થયેલા વીડિયોમાં સાવલીના કુંજન શાહે વ્યથા ઠાલવતા જણાવ્યું છે કે, તેમને નોકરીના બહાને બોલાવીને અહીં બળજબરીપૂર્વક 14થી 18 કલાક સુધી ગેરકાયદેસર કામ કરાવવામાં આવતું હતું. આ મ્યાનમાર જોબ સ્કેમ એટલું મોટું છે કે, તેમાં ફસાયેલા યુવાનો પાસે હવે પૈસા ખૂટી ગયા છે અને મોબાઈલની બેટરી કે બેલેન્સ પણ અંતિમ ચરણમાં છે. યુવાનોનો દાવો છે કે મ્યાનમારની સ્થાનિક સરકારે તેમનું ઈમિગ્રેશન ક્લિયર કરી દીધું હોવા છતાં છેલ્લા 20 દિવસથી ભારત તરફથી કોઈ સત્તાવાર મદદ મળી નથી, જેના કારણે તેઓ રઝળી પડ્યા છે.
તમામ ભારતીયોને સુરક્ષિત પરત લાવ્યા
કુંજન શાહના પિતા જયેશભાઈ અને માતા હંસાબેને મીડિયા સમક્ષ રડતાં-રડતાં પોતાની વેદના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, તેમનો દીકરો છેલ્લા 4 મહિનાથી થાઈલેન્ડ અને ત્યારબાદ મ્યાનમાર ગયો હતો, પરંતુ આ મ્યાનમાર જોબ સ્કેમની જાળમાં ફસાઈ જતા હવે તે ઘરે આવવા માટે તરફડી રહ્યો છે. પરિવારજનોએ ભારત સરકારને અપીલ કરી છે કે, જે રીતે ઈમિગ્રેશનની ફાઇલો સોંપવામાં આવી છે, તેના પર તાકીદે કાર્યવાહી કરીને તમામ ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવે.
ભયભીત અવસ્થામાં સેફ હાઉસમાં દિવસો પસાર કરી રહ્યા
આ કિસ્સો ફરી એકવાર એજન્ટોની લોભામણી જાહેરાતોમાં ફસાતા યુવાનો માટે લાલબત્તી સમાન છે. મ્યાનમાર જોબ સ્કેમના કારણે અનેક પરિવારો અત્યારે ચિંતામાં ડૂબેલા છે. હવે સૌની નજર વિદેશ મંત્રાલયના હસ્તક્ષેપ પર છે કે, સરકાર ક્યારે આ ફસાયેલા 100થી વધુ ગુજરાતી યુવાનોને આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરાવીને તેમના ઘરે પરત લાવે છે. સુરક્ષાના કારણોસર આ યુવાનો અત્યારે અત્યંત ભયભીત અવસ્થામાં સેફ હાઉસમાં દિવસો પસાર કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.