ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, 18ના મોત
વિસ્ફોટક પદાર્થમાં ભડાકો થતાં 18 મજૂરનાં મોત; ફાયર ફાઈટરો ઘટનાસ્થળે

ભીષણ આગ

ભીષણ આગ
news update 14.30................................
બનાસકાંઠાના ડીસામાં પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગના કારણે 18 શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ આગ ફેલાઇ હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ગોડાઉન ધરાશાયી થઈ ગયું અને કામ કરી રહેલા શ્રમિકોના શરીરના ટુકડા થઈ ગયા હતા. મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે.
---------------------------------------------
News update 13.50------------------------
ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 17 મજૂરનાં મોત થયા છે
-----------------------------------------------------
News update 11.39-------------------------------
ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આ દુર્ઘટનામાં સાતથી વધુ મજૂરના મોત થયા છે. આગની ઘટના અંગે જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે
-----------------------------------------------------
ડીસામાં આવેલી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આ દુર્ઘટનામાં પાંચથી વધુ મજૂરના મોતની આશંકા છે.
દિપક ટેડર્સ એજન્સી નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન વિસ્ફોટક પદાર્થમાં અચાનક ભડાકો થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. મળતી માહિતી મુજબ, આ કંપની ખૂબચંદ સીંધી નામના વ્યક્તિની છે. જો કે, માલિકે ફટાકડા બનાવવા માટેની પરમિશન લીધેલી છે કે નહિ તે હજુ જાણી શકાયું નથી.
આગની ઘટના અંગે જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છ. 108 એમ્બ્યુલન્સની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર હાજર થઈ ગઈ છે.
આગની ભયાનકતાના કારણે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.
ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા અને કેટલા સુરક્ષિત છે તેની સત્તાવાર માહિતી હજુ મળી નથી. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ઘટનાની તપાસ ચાલી રહી છે.
ઘટનાસ્થળના ફોટો...
અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યાં છીએ....
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.