છેલ્લુ લોકેશન AHMEDABAD પ્લેન ક્રેશથી માત્ર 700 મીટર દુર.. સંગીતકાર ક્યા ગયા ?
મહેશભાઈના પરિવારજનોને આશંકા છે કે તેઓ વિમાન દુર્ઘટનાના સમયે નજીકમાં હાજર

મહેશભાઈના પરિવારજનોને આશંકા છે કે તેઓ વિમાન દુર્ઘટનાના સમયે નજીકમાં હાજર

મહેશભાઈના પરિવારજનોને આશંકા છે કે તેઓ વિમાન દુર્ઘટનાના સમયે નજીકમાં હાજર
12મી જૂને અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાના પડઘા હજી પણ વ્યાપક રીતે અનુભવાઈ રહ્યા છે. આ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 278 લોકોના મૃત્યુ બાદ હવે એક જાણીતા સ્થાનિક ફિલ્મમેકર મહેશ કાલાવાડિયા (મહેશ જીરાવાલા તરીકે પણ ઓળખાતા) ગુમ થયાની ચિંતાજનક માહિતી સામે આવી છે.
ફિલ્મમેકર મહેશ કાલાવાડિયા નરોડા વિસ્તારના નિવાસી હતા અને મ્યૂઝિક આલ્બમનું નિર્માણ કરતા હતા. તેમના પરિવારે જણાવ્યુ કે, “વિમાન દુર્ઘટનાના દિવસે ગુરુવારે બપોરે લગભગ 1:14 વાગે તેમનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે તેઓ લો ગાર્ડનમાં મીટિંગ પૂરી કરી ઘરે આવી રહ્યાં છે. પરંતુ ત્યારબાદ તેઓ ઘેર ન પહોચ્યા.”
જ્યારે મહેશભાઇ ઘેર ના પહોંચ્યા ત્યારે પરિવારે તેમની શોધખોળ શરૂ કરી. વારંવાર કોલ કર્યા છતાં ફોન બંધ આવતો રહ્યો. પોલીસને જાણ કર્યા બાદ તેઓના મોબાઇલ ફોનનું છેલ્લું લોકેશન દુર્ઘટનાસ્થળથી માત્ર 700 મીટર દૂર હોવાનું સામે આવ્યું છે.
મહેશભાઈના પરિવારજનોને આશંકા છે કે તેઓ વિમાન દુર્ઘટનાના સમયે નજીકમાં હાજર હોવાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોઇ શકે છે. તેમની કાર અને ફોન હજુ સુધી મળ્યા નથી. પરિવારજનો દ્વારા ડીએનએ સેમ્પલ આપવામાં આવ્યા છે જેથી મળેલા અજાણ્યા મૃતદેહોમાંથી ઓળખ શક્ય બને.
આ દુર્ઘટનામાં માત્ર વિમાનના મુસાફરો જ નહીં પરંતુ ગ્રાઉન્ડ પર મેસ, હોસ્ટેલ અને આસપાસના રહેવાસી વિસ્તારોના લોકોને પણ જીવ ગુમાવવો પડ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.