સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ, સરેરાશ 56.60 ટકા થયું મતદાન
જૂનાગઢ મનપા, 68 નગરપાલિકા, અને તાલુકા પંચાયત માટે મતદાન પૂર્ણ...

ચૂંટણીના પરિણામો માટે મતગણતરી 18 મી ફેબ્રુઆરીએ યોજાશે...

ચૂંટણીના પરિણામો માટે મતગણતરી 18 મી ફેબ્રુઆરીએ યોજાશે...
ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા (મનપા), 68 નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે શનિવારે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. સરેરાશ 56.60 ટકા મતદાન નોંધાયું, જેની સાથે 5085 ઉમેદવારોનું ભાવિ EVM માં કેદ થયા છે.
જૂનાગઢ મહાનગરપાલિકામાં મતદારોમાં સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. 68 નગરપાલિકાઓ માટે વિવિધ વિસ્તારોમાં મતદાન યોજાયું હતું. તાલુકા પંચાયતની ચૂંટણી માટે પણ મતદારો મોટી સંખ્યામાં બહાર નીકળ્યા હતા.
રાજકીય સમીકરણ...
આ ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો. તમામ પાર્ટીઓએ મતદારોને આકર્ષવા માટે ભારે પ્રચાર કર્યો હતો.
મતગણતરી અને પરિણામ...
ચૂંટણીના પરિણામો માટે મતગણતરી 18 મી ફેબ્રુઆરીએ યોજાશે. તમામ પક્ષોએ પોતાની જીતનો દાવો કર્યો છે, પણ કોણ બાજી મારશે તે જોવું રહ્યું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.