સ્થાવર મિલકતની ખરીદીમાં રોકડ વ્યવહાર છુપાવશો તો થશે કાનૂની કાર્યવાહી
₹2 લાખથી વધુના રોકડ વ્યવહારની ઈન્કમટેક્સ વિભાગને જાણ કરવી ફરજિયાત

બ્લેકમની રોકવા સરકારનો કડક પગલુઃ મિલકતના દસ્તાવેજમાં રોકડનો ઉલ્લેખ ફરજિયાત

બ્લેકમની રોકવા સરકારનો કડક પગલુઃ મિલકતના દસ્તાવેજમાં રોકડનો ઉલ્લેખ ફરજિયાત
સામાન્ય રીતે કોઈપણ મિલકત ખરીદતી વખતે અમુક ટકા રૂપિયાનો વ્યવહાર રોકડમાં કરવો પડે છે. જે કાળું નાણું ગણાય છે. જેનો કોઈ હિસાબ હોતો નથી. આ બ્લેક મનીના વ્યવહારને અટકાવવા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. વેચાણ દસ્તાવેજમાં 2 લાખ કે તેથી વધુ રોકડનો વ્યવહાર દર્શાવ્યો હોય તો ઈન્કમટેક્સ વિભાગને તેની વિગતો આપવી પડશે. તેની વમાહિતી છુપાવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. નોંધણીસર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ કચેરી દ્વારા આ અંગે પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે આ પરિપત્ર સુપ્રીમકોર્ટમાં દાખલ થયેલી પીટીશનને લઈ કર્યો છે. સુપ્રીમકોર્ટે સૂચના આપી હતી કે જ્યારે કોઈપણ સ્થાવર મિલકતના લે-વેચ માટે 2 લાખ રૂપિયા કે તેથી વધુ રકમની રકમ રોકડ સ્વરૂપે અવેજ તરીકે વેચાણ દસ્તાવેજમાં દર્શાવવામાં આવે તો તેની જાણ ઇન્કમટેક્સ વિભાગને કરવાની રહેશે. ઇન્કમટેક્સ અધિકારીને 2 લાખ રૂપિયાની રોકડ રકમ અવેજ તરીકે આપ્યાની જાણ તપાસ દરમિયાન અથવા અન્ય રીતે થાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરવા મુખ્ય સચિવને સૂચના આપવામાં આવી છે.
કોઈપણ આવકવેરા સત્તાધિકારીની જાણમાં આવે કે રૂપિયા 2 લાખ અથવા તેનાથી વધુની રકમ અન્ય કોઈપણ સ્ત્રોતમાંથી સ્થાવર મિલકતને લગતા કોઈપણ વ્યવહારમાં કે આકારણીની કાર્યવાહી દરમિયાન ચૂકવવામાં આવી છે તો તે નોંધણી કરનાર સબ રજિસ્ટ્રારની ફરજમાં બેદરકારી ગણાશે. તેવા કિસ્સામાં આવકવેરા અધિકારી રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય સચિવને યોગ્ય કાર્યવાહી માટે જાણ કરશે. રોકડ વ્યવહારની જાણ કરવામાં નિષ્ફળ ગયેલા અધિકારી સામે કાર્યવાહી કરવાની સૂચના આપશે.
સ્થાવર મિલકતની તબદીલી અથવા તબદીલીને અસર કરતાં દસ્તાવેજો કે જેમાં અવેજનો ઉલ્લેખ હોય તેવા દસ્તાવેજોમાં અવેજ 2 લાખ રૂપિયા કે તેથી વધુની રકમ રોકડ સ્વરૂપે આપવાનો ઉલ્લેખ કરાયો હોય તો તે દસ્તાવેજનો પ્રકાર, અવેજની વિગત, આપનાર-લેનાર પક્ષકાર સહિતની માહિતી ઇન્કમટેક્સ વિભાગને જાણ કરવાની રહેશે. પરિપત્રમાં જણાવ્યા અનુસાર સૂચનાનું પાલન નહીં કરનાર દસ્તાવેજ કરનાર સબ રજિસ્ટ્રાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
બે લાખ કે તેથી વધુના રોકડાના વ્યવહારો પહેલાથી આવકવેરા વિભાગની રડારમાં છે. હાલમાં સબ રજિસ્ટ્રારો તરફથી આવકવેરા વિભાગને જાણ કરાતી નથી. કેટલાક કિસ્સાઓમાં વર્ષો બાદ જાણ થાય છે. તેવા સમયે સુપ્રીમકોર્ટના ચુકાદાથી રોકડ વ્યવહારો અર્થાત્ મિલકતોમાં રોકાણ કરેલું કાળુ નાણું શોધવું સરળ થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.