વિદેશી દારૂની હેરાફેરી કરતાં બુટલેગરો સામે કાયદાનો ગાળીયો કસાયો
સ્ટેટ મોનિટરીંગ સેલે ગેંગના કુલ 10 શખ્સો સામે ગુનો નોંધી 5 શખ્સોની કરી ધરપકડ

બુટલેગરો સામે કાયદાનો ગાળીયો

બુટલેગરો સામે કાયદાનો ગાળીયો
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દર વર્ષે અબજો રૂપિયાના વિદેશી દારૂની હેરાફેરી થાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂની હેરાફેરી કરતાં બુટલેગરોને ડામવા કાર્યવાહી શરૂ કરી છે. ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનું પોલીસ સ્ટેશન શરૂ કરી સૌથી પહેલો કેસ વિદેશી દારૂના બુટલેગરો સામે નોંધ્યો હતો. રાજસ્થાનના આશુ અગ્રવાલ અને વિનોદ સિંધીની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને પાંચ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતરમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યુ હતુ. 31 જાન્યુઆરી 2025ના રોજ સૌથી પહેલો કેસ વિદેશી દારૂની હેરાફેરીના બુટલેગરો આશીષ ઉર્ફે આશુ રમેશચંદ્ર અગ્રવાલ અને વિનોદ ઉર્ફે વિજય મુરલીધર સિંધી ઉદવાણીની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધ્યા બાદ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ રાજસ્થાનની જેલમાં રહેલા આશુ અગ્રવાલને ટ્રાન્સફર વોરંટના આધારે ગાંધીનગર લઈ આવી છે.
જ્યારે પાટણના જયેશ મનસુખભાઈ પ્રજાપતિ અને મહેસાણાના કનુજી વિહાજી ઠાકોરને ઝડપી રિમાન્ડ મેળવી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ત્યારબાદ રાજસ્થાનના શિરોહીના આનંદપાલસિંહ ઉર્ફે દિક્ષા સમુન્દરસિંહ દેવડાને રાજસ્થાનના જાલોર જિલ્લાના વાદનવાડી ગામમાંથી અને રાજસ્થાનના અલવરના અશોક રૂપરામ પ્રજાપતિને ગાંધીનગરના અડાલજના ત્રિમંદિર નજીકથી પકડી લીધો છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આશુ અગ્રવાલ અને વિનોદ સિંધીની ટોળકી સામે ગુજરાતમાં ખોટા વ્હીકલ નંબર પ્લેટ, ખોટા એન્જિન ચેસીસ નંબર બનાવી અને ખોટા ટ્રાન્સપોર્ટ ડોક્યુમેન્ટ બનાવી દારૂની હેરાફેરી કરવા સહિત 500 થી વધુ ગુના નોંધાયા છે. જ્યારે છેલ્લાં 10 વર્ષમાં આ ટોળકી સામે 16 જેટલા ગુનાઓમાં કોર્ટે ન્યાયિક નોંધ લઈને ચાર્જશીટ પણ ફરમાવેલી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.