અમદાવાદના SG હાઇવે પર મોડીરાતે અકસ્માત
એસ.જી. હાઈવે પર ગોઝારો અકસ્માત, ડમ્પર-ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત

એસ.જી. હાઈવે પર ગોઝારો અકસ્માત,

એસ.જી. હાઈવે પર ગોઝારો અકસ્માત,
અમદાવાદના એસજી હાઇવે પર આવેલા YMCA ક્લબ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ સમગ્ર બનાવવામાં લોખંડનાં પાઇપ ભરેલી ટ્રકની પાછળ ડમ્પર ઘૂસી જતા ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. ડ્રાઈવરનું કેબિનમાં જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ડમ્પરના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પતરા કાપીને ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ આ સમગ્ર મામલે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસને શંકા છે કે ડમ્પરની બ્રેક ફેલ થઈ ગઈ હશે, જેના કારણે ડમ્પર ટ્રક સાથે અથડાયું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતના લીધે થોડા સમય માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું.
અમદાવાદમાં વાહન અકસ્માતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2024 અમદાવાદમાંથી જ 20,159 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા પહોંચી હતી. ગત વર્ષની સરખામણીએ વાહન અકસ્માતથી ઈજાના પ્રમાણમાં 5 ટકાથી વધુનો વધારો થયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ