ટિટોડીનો સંકેત : શું આ વખતે વરસાદ વહેલો આવશે?
પાટણના કમાલપુર ગામના ખેતરમાં ટિટોડીએ વહેલા ઈંડા મૂકતાં કરાયો વરતારો

હજુ ગરમીની શરૂઆત થઈ છે ત્યારે ખેતરમાં ટિટોડીના બચ્ચાં રમતાં જોવા મળ્યાં

હજુ ગરમીની શરૂઆત થઈ છે ત્યારે ખેતરમાં ટિટોડીના બચ્ચાં રમતાં જોવા મળ્યાં
સુરેશ વણોલ, અમદાવાદ
પ્રાચીન સમયમાં આધુનિક સાધનો નહી હોવાના કારણે વડવાઓ કોઠાસૂઝથી વરસાદનો વરતારો કરતા હતા. ચોમાસા પહેલાં તેઓ કેટલાક અવલોકનોના આધારે વરસાદ અંગે વરતારો કાઢતા હતા. જેમાં ટિટોડીના ઈંડા મૂકવા ઉપરથી વરસાદની આગાહી કરવામાં આવતી હતી. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના કમાલપુર ગામના ખેતરમાં ટિટોડીના બચ્ચાં રમતાં જોવા મળ્યા છે. તેથી આ વર્ષે ચોમાસુ વહેલું આવે તેવા સંકેત મળી રહ્યા છે.
સામાન્ય રીતે ટિટોડી જૂન-જૂલાઈ માસમાં ઈંડા મૂકતી હોય છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના કમાલપુર ગામના ખેતરમાં હાલ ટિટોડીના બચ્ચાં રમતાં જોવા મળ્યા છે. તેથી ચોમાસુ વહેલું બેસે તેવી શક્યતા છે. કમાલપુર ગામના સામાજીક કાર્યકર રાજુભાઈ ચૌધરીએ જણાવ્યુ કે, ટિટોડીના ઈંડા મૂકવાના આધારે અમારા વડવાઓ વરસાદ અંગે વરતારો કાઢતા હતા. પરંપરાગત જોવાતી રૂઢી પ્રમાણે ટિટોડી ચાર ઈંડા મૂકે તો સારો વરસાદ, ઉંચાઈએ મૂકે તો વ્યાપક વરસાદ અને ઈંડા વહેલા મૂકે તો ચોમાસુ વહેલું બેસી જાય તેવી માન્યતા છે.
તેમણે જણાવ્યુ કે, અમારા ગામના ખેતરમાં ટિટોડીએ વહેલા ઈંડા મૂકતાં બચ્ચાં થઈ ગયા છે. ટિટોડીનો ખોરાક જીવ જંતુ હોય છે. તે જમીન ઉપર વસવાટ કરે છે. વરસાદ થયા પછી બચ્ચાંને ખોરાક મળી રહે તે માટે ટિટોડી ઉનાળાના અંતમાં અને ચોમાસાના પ્રારંભે ઈંડા મૂકતી હોય છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સિઝન લઈ લીધા બાદ ખેતર ખાલી થાય ત્યારે ટિટોડી ઈંડા મૂકતી હોય છે અને ચોમાસુ શરૂ થાય ત્યારે બચ્ચાં બનતાં જોવા મળતાં હોય છે. તેથી વરસાદ વહેલો આવે તેવી શક્યતા છે.
ટિટોડીના ઈંડા પરથી વરસાદનો વરતારો કાઢવાની પ્રથા યથાવત
આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં આજે પણ ગામડાઓમાં ટિટોડીના ઈંડા પરથી વરસાદનો વરતારો કાઢવાની પ્રથા ચાલુ રહી છે. વડવાઓ પોતાની કોઠાસૂઝ અને કેટલાક અવલોકનોના આધારે વરસાદ કેવો રહેશે તેનું અનુમાન લગાવતા હતા. વરસાદના પરંપરાગત વિજ્ઞાન પ્રમાણે ટિટોડી ચાર ઈંડા મૂકે તો સારો વરસાદ, ઉંચાઈએ મૂકે તો ભારે વરસાદ અને ઈંડા વહેલા મૂકે તો ચોમાસુ વહેલુ આવવાની આગાહી કરતા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.