આંકલાવના કહાનવાડી ગામની જમીનનો વિવાદ વકર્યોઃ 10 માર્ચે ગ્રામસભામાં કરાશે નિર્ણય
રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને જમીન નહીં આપવા ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવશે

કહાનવાડીની રૂપિયા 114 કરોડની 237 વીઘા જમીન માત્ર 38 કરોડમાં ફાળવી દેવામાં આવી

કહાનવાડીની રૂપિયા 114 કરોડની 237 વીઘા જમીન માત્ર 38 કરોડમાં ફાળવી દેવામાં આવી
આંકલાવ તાલુકાના કહાનવાડી ગામની જમીનનો વિવાદ વધુ વકર્યો છે. ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વગર રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયને જમીન ફાળવી દીધી હોવાનો આક્ષેપ કર્યો છે. રૂપિયા 114 કરોડની 237 વીઘા કિંમતી જમીન માત્ર રૂપિયા 38 કરોડમાં ફાળવી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ શુક્રવારે ગામમાં સભા કરીને જમીન ફાળવવા સામે વિરોધ વ્યક્ત કરી આગામી 10 માર્ચના રોજ ગ્રામસભા કરી સ્વામિનારાયણ ગુરૂકુળને જમીન નહી આપવા ઠરાવ કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે વિવાદ વધુ વકરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
કહાનવાડી ગામની કિંમતી 237 વીઘા જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી દેવામાં આવી છે. વિશ્વાસમાં લીધા વગર ફાળવેલી જમીન મામલે ગ્રામજનોએ શુક્રવારે જાહેરસભા યોજી હતી. જેમાં 10 માર્ચના રોજ ગ્રામસભા કરીને રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને જમીન નહીં આપવાનો બહુમતીથી ઠરાવ કરવાનો નિર્ણય કરાયો છે. આ જાહેરસભામાં આણંદના ભાજપના સાંસદ મિતેષ પટેલે જમીન ફાળવણી બાબતે ગ્રામજનોનું સમર્થન હોવાનો વીડિયો વાયરલ કરી વિખવાદ ઉભો કરવાનો પ્રયાસ કર્યાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ગ્રામસભામાં કલેક્ટર, ડીડીઓ અને મામલતદાર સહિતના અધિકારીઓને બોલાવીને ગુરૂકુળને જમીન નહી આપવાનો બહુમતીથી ઠરાવ કરવામાં આવશે.
રામદેવપીર મંદિર પાસે યોજાયેલી જાહેરસભામાં પૂર્વ સરપંચ મનુભાઈ પઢિયારે જણાવ્યું કે, શિક્ષણના હેતુનું નામ આગળ ધરીને જમીનનું મોટું કૌભાંડ નેતાઓની સંડોવણીથી કરાયુ છે. ગામના લોકોને વિશ્વાસમાં લીધા વગર 114 કરોડની 237 વીઘા જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને માત્ર 38 કરોડમાં ફાળવી દેવામાં આવી છે. આંકલાવ તાલુકાના ઘણાં ગામોએ અમારા આંદોલનને સમર્થન જાહેર કર્યુ છે. રાજકોટ ગુરુકુળના સ્વામીએ મીડિયામાં ખોટા નિવેદનો આપી ગામના માહોલને બગાડવાનો પ્રયાસ કર્યો છે તેને અમે વખોડીએ છીએ
જ્યારે અમારા સાંસદ મિતેષ પટેલે ગામના લોકોનું સમર્થન હોવાના વીડિયો વાયરલ કરીને ગામમાં વિખવાદ પેદા કરવાના પ્રયત્નો કર્યા છે. જે સત્યથી વેગળા છે. અમારી જીવાદોરી સમાન જમીનને કોઈપણ ભોગે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને આપવાના નથી. હવે અમારો જીવ જશે તો પણ જમીન ફાળવવા દેશુ નહી. 10 માર્ચના રોજ ગ્રામસભા બોલાવી છે. જેમાં સાંસદ કે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને આમંત્રણ આપવામાં આવ્યુ નથી. કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓને બોલાવાયા છે. અધિકારીઓની હાજરીમાં રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને જમીન નહીં આપવાનો ગ્રામસભામાં બહુમતીથી ઠરાવ કરવામાં આવશે. આ ઠરાવ લઈ અમે મુખ્યમંત્રીને મળી રજૂઆત કરવાના છીએ. મુખ્યમંત્રીની મુલાકાત સમયે ભાજપના કે કોંગ્રેસના નેતાઓને અમારૂ સમર્થન કરવું હોય તો સાથે રહીને અમારા વતી મુખ્યમંત્રીને રજૂઆત કરી શકે છે. અમારા આંદોલનમાં કોઈપણ નેતાની દખલ સહન કરીશું નહીં. ગ્રામજનોએ નિર્ણય કર્યો છે કે, હવે જીવના ભોગે પણ જમીન નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.