ડીસાના જોખમ નગરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ
જોખમ નગર વિસ્તારમાં રસ્તા અને ગટરના પાણી મુદ્દે ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી

ડીસાના જોખમ નગરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ

ડીસાના જોખમ નગરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ
ડીસા શહેરના જોખમ નગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સુવિધાઓનો અભાવ હોવાના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જોખમ નગર વિસ્તારમાં રસ્તા અને ગટરના પાણી મુદ્દે ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ કામ ન કરવામાં આવતા આજે મહિલાઓ જોખમ નગર વિસ્તારમાં ભેગા થઈ હંગામો કરતા પાલિકા ચીફ ઓફિસર સહિત પાલિકાનું સ્ટાફ જોખમ નગર વિસ્તારમાં પહોંચ્યો હતો. અને નવા રસ્તા અને પાણીના નિકાલ માટે ગટરની વ્યવસ્થાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો...
શહેરની સ્વચ્છતા અને સુખાકારી માટે સરકાર દ્વારા દ્વારા નગરપાલિકાઓમાં લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ આજે પણ ડીસા શહેરમાં એવા અનેક વિસ્તારો છે કે જ્યાં વર્ષોથી ખરાબ રસ્તાઓ પાણીના નિકાલ માટે ગટરની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે વર્ષોથી શહેરી વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ડીસા શહેરના જોખમ નગર વિસ્તારમાં પણ ખરાબ રસ્તા અને પાણીના નિકાલ માટે ગટરની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે આખો વિસ્તાર ગંદા પાણીથી ઉભરાઈ ગયો છે જેના કારણે મચ્છરોનો ઉદ્દવ થાય છે અને લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે .
બીજી તરફ ખરાબ રસ્તાઓ હોવાના કારણે આ વિસ્તારના લોકો વારંવાર નાના મોટા અકસ્માતોનો સામનો કરી રહ્યા છે અહીંથી મહિલાઓની ડીલેવરી તેમજ બાળકોને શાળાએ જવા માટે પણ ખરાબ રસ્તા હોવાના કારણે ભારે મુશ્કેલી ભોગવવી પડે છે આ બાબતે જોખમ નગર વિસ્તારના લોકોએ સારો રસ્તો અને પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવે તે માટે ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી ડીસા નગરપાલિકા દ્વારા વિસ્તારના લોકોની કોઈ સુવિધા પૂરી ન પાડવામાં આવતા આજે આ વિસ્તારની મહિલાઓએ જોખમ નગર વિસ્તારમાં હંગામા કર્યો હતો અને બાજુની સોસાયટીમાંથી આવતી પાણીની પાઇપલાઇન તોડી નાખી અને નગરપાલિકા સામે રોસ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચાર કરી પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારના લોકોને સારા રસ્તાઓ અને પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે...
ડીસા શહેરના જોખમ નગર વિસ્તારમાં મહિલાઓ દ્વારા હંગામો કરતા ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ નગરપાલિકાની ટીમ સાથે જોખમ નગર વિસ્તારમાં પહોંચ્યા હતા અને ત્યાં જઈ આ વિસ્તારના લોકોને સુવિધાઓ પૂરી પાડવા માટેની બાહેધરી આપી હતી. અને આ વિસ્તારના લોકોને સારા રસ્તા અને પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા થાય તે માટે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકા ટીમ દ્વારા સોસાયટીમાં સર્વે કરાયો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.