કિંજલ દવે 'ચાર-ચાર બંગડીવાળું' ગીત નહિ ગાઈ શકે
નીચલી કોર્ટના ચુકાદા પર 7 ડિસેમ્બર સુધી સ્ટે આપતા કિંજલ દવે આ ગીત નહીં ગાઈ શકે
કિંજલ દવે 'ચાર-ચાર બંગડીવાળું' ગીત
કિંજલ દવે 'ચાર-ચાર બંગડીવાળું' ગીત
ગુજરાતી સિંગર કિંજલ દવેનું લોકપ્રિય ગીત "ચાર-ચાર બંગડીવાળું" ફરી વિવાદમાં સપડાયું છે. આ ગીતના કોપીરાઈટનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે, અને હાઇકોર્ટે નીચલી કોર્ટના ચુકાદા પર 7 ડિસેમ્બર સુધી સ્ટે યથાવત રાખ્યો છે. આનો સીધો અર્થ એ થાય છે કે, કિંજલ દવે આગામી નવરાત્રિમાં આ ગીત જાહેર મંચ પર ગાઈ શકશે નહિ, જ્યાં સુધી કોર્ટ દ્વારા કોઈ નવી રાહત ન મળે. આ કેસની ફાઈનલ સુનાવણી ડિસેમ્બર મહિનામાં થવાની સંભાવના છે.
કોપીરાઈટ વિવાદ
આ કોપીરાઈટ વિવાદ 2019માં શરૂ થયો હતો, જ્યારે રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ દ્વારા અમદાવાદની સિવિલ કોર્ટમાં કિંજલ દવે, RDC મીડિયા અને સરસ્વતી સ્ટુડિયો સામે કોપીરાઈટ એક્ટ, 1957ની કલમ 55 હેઠળ સિવિલ દાવો દાખલ કરવામાં આવ્યો હતો. મ્યુઝિક કમ્પોઝર અને ગુજરાતી વીડિયો બનાવનાર કાર્તિક પટેલે દાવો કર્યો હતો કે, "ચાર-ચાર બંગડીવાળું" ગીત તેણે બનાવ્યું છે અને કિંજલ દવે એ તેની કોપી કરીને યુટ્યુબ પર રિલીઝ કર્યું છે.
કમાણી પર 18% વ્યાજ
રેડ રિબને માંગ કરી હતી કે, કિંજલ દવે સહિત તમામ મીડિયા કંપનીઓને આ ગીતને લગતી તમામ પ્રવૃત્તિઓ અટકાવવાનો આદેશ આપવામાં આવે, અને સાથે જ થયેલી કમાણી પર 18% વ્યાજ સાથે નુકસાની ભરપાઈ પણ કરવામાં આવે. આ ગીત 200થી વધુ સ્ટેજ પરફોર્મન્સમાં ગાવાને કારણે થયેલ નુકસાનની પણ ભરપાઈની માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: કિંજલ દવેની નવરાત્રીમાં વધુ એક વિવાદ
નીચલી કોર્ટનો ચુકાદો અને અપીલ
સિટી સિવિલ કોર્ટે 30 જાન્યુઆરી, 2024ના રોજ ગીતના કોપીરાઈટ મામલે કિંજલ દવેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જોકે, અરજદાર (રેડ રિબન) દ્વારા અપીલ કરવાનો સમયગાળો આપવા માટે કોર્ટે 15 દિવસ સુધી ચુકાદાના અમલીકરણ પર રોક લગાવી હતી. આ સમયગાળા દરમિયાન, 14 ફેબ્રુઆરી, 2024 સુધી કિંજલ દવે આ ગીત ગાઈ શકી નહોતી. હવે રેડ રિબન દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરાતા ફરી એકવાર આ ગીત પર સ્ટે આવ્યો છે, જે 7 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.
કંઈક નવું અને અલગ કરવાનો શોખ
કાર્તિક પટેલ મૂળ જામનગરનો વતની છે. તેણે જામનગરમાં શાળાકીય શિક્ષણ લીધું અને 1999માં ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જવાનો નિર્ણય કર્યો. તેણે જણાવ્યું હતું કે, તેને હંમેશા કંઈક નવું અને અલગ કરવાનો શોખ હતો, અને તેથી જ તેણે અમેરિકાને બદલે ઓસ્ટ્રેલિયાની પસંદગી કરી. ગીતમાં દેખાડવામાં આવેલી ઑડી વિશે તેણે જણાવ્યું કે, તે તેના મિત્ર જયદીપસિંહ જાડેજાની હતી. તેણે આ ગીત માટે ખાસ ઓડીનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું. કારણ કે, ઓડીની ડિઝાઈનમાં જ "ચાર બંગડી"નો કોન્સેપ્ટ સમાયેલો છે, જે તેના ગીતની થીમ સાથે સુસંગત હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો