જીવદયા અને પરોપકારનો અનોખો ઉદ્દેશ, તેજસ્વીની સંસ્કૃતિધામમાં કીડિયારું મહોત્સવનું કરાયું આયોજન...
તેજસ્વીની સંસ્કૃતિધામ, વાસુર (ડાંગ) ખાતે સુરતના ગૌસેવકો દ્વારા કીડિયારું મહોત્સવ યોજાયો...

પ્રકૃતિ અને પરોપકારનો અનોખો સેવાયજ્ઞ...

પ્રકૃતિ અને પરોપકારનો અનોખો સેવાયજ્ઞ...
ચોમાસામાં જ્યારે પ્રકૃતિ તાજગી પામે છે, ત્યારે નાના સૂક્ષ્મજીવો માટે જીવનરક્ષક ખોરાક ઉપલબ્ધ રહે, એ માટે ચૈત્ર માસ દરમિયાન કીડિયારું પૂરવાની પ્રથા વર્ષો જૂની છે. શાસ્ત્રો મુજબ, ચૈત્ર મહિનો પુણ્ય કમાવાનો મહિનો છે, અને આ મહિને જીવદયાનું કાર્ય વિશેષ ફળદાયી માનવામાં આવે છે.
દરેક વર્ષની જેમ, આ વર્ષે પણ સુરતના ગૌસેવકો - સોની પરિવાર તથા સુથાર પરિવાર દ્વારા બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદી ના સાનિધ્યમાં તેજસ્વીની સંસ્કૃતિધામ, વાસુર (ડાંગ) ખાતે કીડિયારું મહોત્સવ - 2025 યોજાયો. પ્રકૃતિ અને પરોપકારને સમર્પિત આ મહોત્સવમાં સેવા, સંસ્કૃતિ, સ્વાસ્થ્ય અને સ્વાધ્યાય નો અનોખો સમૂહ હતો.
પ્રકૃતિની સાથે અનોખો સેવાયજ્ઞ...
આ મહોત્સવની શરુઆત પરમ પૂજ્ય હેતલ દીદીના યોગ અને ધ્યાન સત્ર થી થઈ, જેમાં સ્વાસ્થ્ય માટે વૈદિક પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. સવારે ૫:૦૦ થી ૧૧:૦૦ સુધી ચાલેલા આ મહોત્સવમાં 600 શ્રીફળ દ્વારા કીડિયારું પૂરવામાં આવ્યું.
કીડિયારું પૂરવાની પદ્ધતિ
100 કિલો બુરું ખાંડ
200 કિલો બાજરીનો લોટ
5 કિલો કોપરાનું પાવડર
ઘીનું મિશ્રણ
આ મિશ્રણ શ્રીફળની અંદર ભરી, પાણી કાઢી, તેને જંગલમાં વિવિધ સ્થળોએ મુકવામાં આવ્યું. આ પદ્ધતિથી કીડીઓ અને અન્ય સૂક્ષ્મજીવો માટે આખા વર્ષ માટે ભોજન ઉપલબ્ધ રહે છે.
સેવા અને સંસ્કારનું સમર્પણ...
આ મહોત્સવને સફળ બનાવવા માટે સંપતભાઈ સોની, અમૃતભાઈ સુથાર, ધનસુખભાઈ અને તેમની યુવા ટીમે ખુબ જહેમત ઉઠાવી. સેવા, પરોપકાર અને પ્રકૃતિ પ્રેમના આ મહોત્સવે જીવદયાની ભાવના જળવાઈ રહે, તેવા શુભ આશય સાથે શરૂ કરવામાં આવી છે. આમ, કીડિયારું મહોત્સવ માત્ર એક પરંપરા નથી, પરંતુ જીવદયાની અનોખી ભાવના છે, જે માનવતાને પ્રકૃતિ પ્રત્યેનું કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પ્રેરણા આપે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.