ખારીકટ કેનાલ કે ખતરનાક કેનાલ
શહેરની કોર્પોરેશન, મોટા બજેટો, મોટી કંપનીઓ,મોટા પ્રોજેક્ટો, કદાચ બધુજ આટલું મોટું છે માટે કોઈને જ આ રાહદારી લોકોની સલામતીની ચિંતા નથી થઇ રહી.

ખારીકટ કેનાલ કે ખતરનાક કેનાલ

ખારીકટ કેનાલ કે ખતરનાક કેનાલ
નરોડા થી વિંઝોલ સુધી લાંબી ખારીકટ કેનાલ. આ કેનાલ 142 વર્ષ જૂની છે, હાલ તેના પર રોડ બનાવવાની કામગીરી ફરી શરૂ કરી દેવામાં આવી છે. આ ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ માટે 5 અલગ-અલગ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે. નરોડા સ્મશાન થી પાર્શ્વનાથ ટાઉનશિપ સુધી રોડ બનીને વપરાશ માટે તૈયાર છે. પણ આ વર્ષનો(2024) પેહલો વરસાદ પડતા કામ રોકી દેવામાં આવ્યું હતું.
હવે દિવાળી પછી પાછું કામ શરુ કરવામાં આવ્યું છે. આજે પણ પાર્શ્વનાથ ટાઉનશીપ અને ઉત્તમનગરના ભાગમાં હજી, લોકોની સલામતી કે સાવચેતીને ધ્યાનમાં લીધા વગર કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. વરસાદના સમયમાં આખી કેનાલમાં પાણી ભરાયેલું હતું, તેની ગંધ અને વધતા મચ્છરો, ત્યાં રહેતા લોકો ત્રાસી ગયા હતા. અને જ્યારથી કામ રોકી દેવામાં આવ્યું હતું ત્યારથી લઇને અત્યાર સુધી આ રોડ પર જીવના જોખમે વાહન વ્યવહાર શરૂ છે.
રોડની હાલતમાં ઘણી જગ્યા એ ફેન્સીંગ માટે જે પતરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે પતરા જ ત્યાંથી અવરજવર કરવા વાળા લોકો માટે જીવલેણ સાબિત થાય તેવા છે. રોડની સાઈડમાં જ સળિયા બહાર આવતા દેખાય છે જો કોઈ ચાલવાવાળો વ્યક્તિ પણ ત્યાં પડે તો જીવ ગુમાવે તેવી હાલત છે.
આજ રોડ પર સવાર-સાંજ નોકરી ધંધે જવા-આવવા વાળા લોકોનો ટ્રાફિક પણ થાય છે જેમાં ભારે વાહનો પણ સામેલ છે. આ રીતે ખુલ્લા ધાર વાળા પતરા અને જમીનમાંથી બહાર નીકળેલ સળિયા તો રોડની સાઈડમાં હોવા જ ના જોઈએ. પણ જો હાલમાં જે પરિસ્થિતિ છે તેનાથી સાવચેત રહેવા માટે તેના પર કોઈ રિફ્લેકટીવ માર્ક કે રીબીન તો હોવી જોઈએ ને! પણ એ પણ નથી! શહેરની કોર્પોરેશન, મોટા બજેટો, મોટી કંપનીઓ,મોટા પ્રોજેક્ટો, કદાચ બધુ જ આટલું મોટું છે. માટે કોઈને જ આ રાહદારી લોકોની સલામતીની ચિંતા નથી થઇ રહી. બધા જ ક્યાંક "જેમ ચાલે છે, તેમ ચલાવો" વાળી ભાવના સાથે જીવતા શીખી ગયા છીએ, આપણી સાથે કંઈક અજુગતું થાય ત્યારે જ આપણે સવાલો કરીએ છીએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ