Ahmedabad : 28 સુવિધાઓ સાથે બાળવાટિકાનું ભવ્ય રિ-ઓપનિંગ, કાંકરિયામાં જલસો!
68 વર્ષ બાદ કાંકરિયાની બાળવાટિકાનું નવીનીકરણ, 22 કરોડના ખર્ચે આકર્ષણોનો ભરમાર, ટિકિટના ભાવમાં વધારો!

વેકેશનનું નવું સરનામું, બાળવાટિકા...

વેકેશનનું નવું સરનામું, બાળવાટિકા...
1956 માં સ્થપાયેલી અમદાવાદની કાંકરિયા તળાવ સ્થિત બાળવાટિકાને 68 વર્ષ બાદ આધુનિક ઢબે ફરીથી વિકસાવવામાં આવી છે. 22 કરોડ રૂપિયાના માતબર ખર્ચે અહીં ડાયનાસોર ટ્રેન, હેપ્પી રિંગ, શું હાઉસ, એસી બટરફ્લાય પાર્ક, ઇલ્યુઝન હાઉસ, ભૂલ ભુલૈયા, ફ્લાઇંગ થિયેટર, મિરર મેઇઝ, ગ્લાસ ટાવર સહિતની 28 અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. એટલું જ નહીં, કાંકરિયામાં હવે એક સાથે 75 લોકો આનંદ માણી શકે તેવો સ્નોપાર્ક પણ આકાર પામશે. હાલમાં લાઇસન્સિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને આગામી 10 મે સુધીમાં બાળકોને વેકેશનમાં ફરવા માટેનો એક નવો અને આકર્ષક વિકલ્પ ઉપલબ્ધ થશે.
અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે નવસર્જિત બાળવાટિકામાં પ્રવેશ માટેની ફી પણ નક્કી કરવામાં આવી છે, જે મુજબ મુલાકાતીઓએ 50 રૂપિયાની એન્ટ્રી ફી ચૂકવવી પડશે. આ નવીનીકૃત બાળવાટિકામાં 21 જેટલી વિવિધ રોમાંચક એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની ટિકિટનો દર 60 રૂપિયાથી લઈને 450 રૂપિયા સુધીનો રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાંકરિયાના બાળવાટિકાનું પુનઃવિકાસ કરવામાં આવ્યું છે અને હવે આ નવ્ય બાળવાટિકા તૈયાર છે. આ સાથે જ એન્ટ્રી ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ જ્યાં માત્ર 3 રૂપિયા એન્ટ્રી ફી હતી અને તેમાં 2 એક્ટિવિટી મફત હતી, ત્યાં હવે 50 રૂપિયાની એન્ટ્રી ફી સાથે 6 એક્ટિવિટીનો આનંદ મફતમાં લઈ શકાશે. આ ઉપરાંત, બાળવાટિકાની મુલાકાતે આવતા લોકો 60 રૂપિયાથી લઈને 450 રૂપિયા સુધીની કિંમતમાં અન્ય 21 એક્ટિવિટીનો અનુભવ કરી શકશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ નવ્ય નિર્મિત બાળવાટિકામાં ડાયનાસોર અને હેરણ ટ્રેન, લેઝી રિવર, ભૂલ ભૂલૈયા, ફ્લાઇંગ થિયેટર, એડવેન્ચર રાઇડ્સ, ગ્લાસ ટાવર, સ્નો-પાર્ક જેવા અનેક નવા મનોરંજક આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, કાંકરિયામાં આ બાળવાટિકા 22 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને તેની સુરક્ષા, કર્મચારીઓનો પગાર, મેન્ટેનન્સ, લાઇટ બિલ સહિતની તમામ જવાબદારી સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિ.ને સોંપવામાં આવી છે. અગાઉ મહાનગરપાલિકાને વાર્ષિક 10 લાખ રૂપિયાની આવક થતી હતી, જ્યારે હવે નવીનીકૃત બાળવાટિકાની એન્ટ્રી ફી અને એક્ટિવિટીમાં વધારો થવાથી AMC ને વાર્ષિક 40 લાખ રૂપિયાની આવક થવાનો અંદાજ છે. આ નવ્ય અવતાર બાળકો અને પરિવારો માટે એક અત્યંત આકર્ષક સ્થળ સાબિત થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.