મહાકુંભમાં સ્નાન કરવા ગયોલો કમલેશ 14 દિવસે પણ લાપતા
સંગમમાં 12 ફેબ્રુઆરીના રોજ પૂનમે ડૂબકી લગાવતા યુવક તણાયો હતો. શોધખોળકરવામાં આવી, છતા હજુ યુવકનો કોઈ ભાળ નહી, પરિવારે ઉત્તરક્રિયા કરી

કમલેશ 14 દિવસે પણ લાપતા

કમલેશ 14 દિવસે પણ લાપતા
ઉત્તરપ્રદેશના પ્રાયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ત્રિવેણી સંગમ પર ડૂબકી લગાવતાં સુરતના 32 વર્ષીય કમલેશ વિનુભાઈ વઘાસિયા ગમ થયો હતો. 12 ફેબ્રુઆરીના રોજ પૂનમના દિવસે કમલેશ અને તેમના મિત્ર અક્ષય ચૌહાણે ત્રિવેણી સંગમ પર ડૂબકી લગાવવાનો નિર્ણય કર્યો. આ દરમ્યાન સંગમમાં સ્નાન કરતા સમયે કમલેશનો પગ સ્લીપ થયો અને તે પાણીમાં ડૂબી ગયો, ત્યારબાદ તે તણાઈ ગયો. આ ઘટનાની જાણ ફાયર અને NDRFની ટીમોને કરવામાં આવી, જેમણે 14 દિવસ સુધી શોધખોળ ચાલુ રાખી હતી. પરંતુ કમલેશનો કોઈ પતો નથી મળ્યો, જેને પગલે પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો. આ દરમિયાન, પરિવારજનો દ્વારા 21 ફેબ્રુઆરીએ કમલેશનું બેસણું અને 24 ફેબ્રુઆરીએ બારમું (પાણીઢોળ) કરાયું.
કમલેશ વઘાસિયા મૂળ અમરેલી જિલ્લાના મોટલીલીયા તાલુકાના પીપળવા ગામનો વતની અને સુરતમાં કપારગામમાં પંખવટી સોસાયટીમાં રહેતો હતો. એથર કંપનીમાં કેમિકલ એન્જિનિયર તરીકે કામ કરતાં તેમણે 8 ફેબ્રુઆરીના રોજ મિત્ર અક્ષય સાથે સુરતથી મહાકુંભના અંતર્ગત ઉતરપ્રદેશ જવાનું નક્કી કર્યું હતું. 12 ફેબ્રુઆરીએ બંને ત્રિવેણી સંગમ પર પહોંચ્યા અને કમલેશે ડૂબકી લગાવવાનું શરૂ કર્યું. આ સમય દરમ્યાન, અક્ષયએ આ ઘટના સાથે સંબંધિત વિડીયો બનાવ્યો, પરંતુ આ દરમિયાન કમલેશ ગુમ થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ પરિવારજનોને થઈ અને તેઓ પણ 14 દિવસ સુધી મહાકુંભમાં ઉપલબ્ધ હતા. પરંતુ તેમ છતાં કમલેશનો પતો નહીં મળતાં, તેમનો મોટો ભાઈ અને અન્ય એક પરિવારજન પ્રયાગરાજમાં રહ્યા. સુરતના આ આશાસ્પદ યુવક કમલેશના ગુમ થવાની ઘટનાથી સમગ્ર પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. 14 દિવસ બાદ પણ કમલેશનો પતો ન મળ્યો, અને પરિવારજનો દ્વારા ગુજરાત સરકાર, મંત્રી મનસુખ માંડવીયા, સી આર પાટીલ સહિતના નેતાઓ પાસેથી વધુ મદદની માંગ કરવામાં આવી છે.
કમલેશના પરિવારજનોમાં માતા-પિતા, ભાઈ-ભાભી, પત્ની અને બે સંતાનો છે, જે હવે પિતાના અંતિમ દર્શન માટે રાહ જોઈ રહ્યા છે. દીકરી મોટી હોવાથી તેને તેના મામાના ઘરે મોકલવામાં આવી છે, જ્યારે દીકરો હજુ બે વર્ષનો છે અને પિતાની છત્રછાયાને ગુમાવેલા છે. 26 ફેબ્રુઆરીના રોજ મહાકુંભ પૂર્ણ થયો, પરંતુ છતાં કમલેશનો પતો હજુ સુધી ન મળતાં, પરિવાર તેના પ્રતિશોધને શોધી રહ્યો છે. મહાકુંભ સમાપ્ત થયા બાદ, જો વધુ તપાસ કરવામાં આવશે તો કમલેશનો પતો શોધવા માટે વધુ સંશોધન કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.