Junagadh શહેર કોંગ્રેસ કાર્યાલયના મંત્રીએ શા માટે રાજીનામુ આપ્યું?
મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં શરૂ થયો કકળાટ

16 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે...

16 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે...
સુરેશ વણોલ, અમદાવાદ
16 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ (Junagadh) મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. 27 જાન્યુઆરીએ જાહેરનામુ પ્રસિદ્ધ થતાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ છે. તેવામાં જૂનાગઢ (Junagadh) શહેરમાં કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. પોતાની અવગણના થતી હોવાનો આક્ષેપ કરી જૂનાગઢ (Junagadh) શહેર કોંગ્રેસ કાર્યાલયના મંત્રી મનસુખ ડોબરિયાએ રાજીનામુ ધરી દીધુ છે.
મજાની વાત તો એ છે કે, રાજીનામુ આપવા આવ્યા ત્યારે કાર્યાલયમાં શહેર પ્રમુખ સહિતના કોઈપણ નેતા હાજર નહી હોવાથી ડોબરિયાએ ટેબલ ઉપર રાજીનામુ મૂકીને કોંગ્રેસ કાર્યાલયને તાળું માર્યુ હતુ.
જૂનાગઢ (Junagadh) મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાનાર છે. તે માટે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. કોંગ્રેસ વોર્ડ વાઈઝ ઉમેદવારોને ટિકિટ ફાળવણી કરે તે પહેલાં આંતર કલહ સર્જાયો છે. છેલ્લાં 23 વર્ષથી જૂનાગઢ (Junagadh) શહેર કોંગ્રેસ કાર્યાલયમાં મંત્રી તરીકે ફરજ બજાવતાં મનસુખ ડોબરિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધુ છે. સૌથી સક્રિય કાર્યકર્તા હોવા છતાં સતત અવગણના કરાતી હોવાનો આક્ષેપ કરી ડોબરિયાએ રાજીનામુ આપી દીધુ છે.
શહેર કોંગ્રેસ કાર્યાલયનું જાતે તાળુ ખોલી મનસુખ ડોબરીયાએ ટેબલ ઉપર રાજીનામુ મૂકીને કાર્યાલયને તાળું મારી દીધુ હતુ. મનસુખ ડોબરિયાએ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીને 11.30 કલાકે હાજર રહેવા કહ્યુ હતુ. તેમ છતાં શહેર પ્રમુખ હાજર નહી રહેતા રાજીનામાનો પત્ર ટેબલ ઉપર મૂકી દીધો હતો. ત્યારબાદ કાર્યાલયને તાળું મારી મનસુખ ડોબરિયા રવાના થયા હતા.
જૂનાગઢ મહાનગરપાલિકામાં 15 વોર્ડની 60 બેઠકો પર સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જૂનાગઢ શહેરમાં અધૂરા વચનોના કારણે કેટલાક નગરસેવકો પ્રજાની નારાજગીનો શિકાર બની શકે તેમ છે. તેવા સમયે મનપાની ચૂંટણી રસપ્રદ બને તેમ છે. તેવા સમયે કોંગ્રેસમાં શરૂ થયેલો કકળાટ પક્ષને મોટું નુકસાન કરી શકે તેમ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.