સુરતમાં દિગ્ગજ ઉદ્યોગપતિ ગજેરા પરિવાર પર ITની તવાઈ
કતારગામથી પીપલોદ સુધી ITનો સપાટો; હીરાની ઓફિસ અને શાળાઓમાં પણ અધિકારીઓની ટીમ ત્રાટકી.

સુરતમાં દિગ્ગજ ઉદ્યોગપતિ પર ITની તવાઈ

સુરતમાં દિગ્ગજ ઉદ્યોગપતિ પર ITની તવાઈ
સુરતમાં આજે વહેલી સવારથી જ આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ (DDI) દ્વારા ‘સુપર સર્ચ’ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા જૂથો પર ITની ટીમો ત્રાટકતા સમગ્ર વેપારી જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે. મુખ્યત્વે 'લક્ષ્મી ડાયમંડ' ગ્રુપ અને 'મહાકાલ' ગ્રુપના માલિકોના રહેણાંક તેમજ ધંધાકીય સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે.
ગજેરા પરિવાર અને મહાકાલ ગ્રુપ રડારમાં:
મળતી વિગતો અનુસાર, જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા, ધીરુભાઈ ગજેરા અને ચુનીભાઈ ગજેરાના સુરત અને મુંબઈ સ્થિત 30થી વધુ સ્થળોએ અધિકારીઓનો કાફલો પહોંચ્યો છે. સાથોસાથ મહાકાલ ગ્રુપના અનિલ બગદાણા અને તેમના ભાગીદારો તરુણ ભગત તથા પ્રવિણ ભૂતને ત્યાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કતારગામ, પીપલોદ અને વરાછા જેવા વિસ્તારોમાં આવેલી ઓફિસો, મકાનો અને શાળાઓની ઓફિસમાં પણ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.
ટેક્સ ચોરીની આશંકા:
સૂત્રોના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી ચાલી રહેલી ટેક્સ ચોરી અને હિસાબી ચોપડે ન નોંધાયેલા મોટા નાણાકીય વ્યવહારોની સચોટ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. હીરાના વેપાર સાથે જોડાયેલા ડિજિટલ ડેટા, બેંક લોકર અને સ્ટોકની વિગતોની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. સુરતની સાથે મુંબઈમાં પણ ટીમો કાર્યરત હોવાથી આ ઓપરેશન હજુ લાંબુ ચાલે તેવી શક્યતા છે.
શૂન્યમાંથી સામ્રાજ્ય સુધીની સફર:
નોંધનીય છે કે, લક્ષ્મી ડાયમંડ ગ્રુપનો ઈતિહાસ ઘણો જૂનો છે. 1968માં માત્ર 10 હજારની મૂડી અને 3 ડાયમંડ પોલિશિંગ ઘંટીઓથી ભાડાના મકાનમાં શરૂ થયેલો આ વ્યવસાય આજે વૈશ્વિક સ્તરે વિસ્તરેલો છે. જોકે, હવે કરોડોના ટર્નઓવર ધરાવતા આ ગ્રુપ પર આઈટીની ધોંસ બોલાવવામાં આવતા અનેક મોટા ખુલાસા થવાની સંભાવના છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.