PSLV-C62 મિશનમાં ત્રીજા તબક્કામાં ગંભીર ખામી
2026ના તેના પ્રથમ મિશનમાં PSLV-C62 દ્વારા EOS-N1 અને અન્ય 14 સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ

EOS-N1 અને 14 સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ

EOS-N1 અને 14 સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ
UPDATE 12-01-2026 (11:44 AM)
ઈસરોનું વર્ષ 2026નું પ્રથમ મહત્વકાંક્ષી મિશન PSLV-C62 ત્રીજા તબક્કા (PS3) દરમિયાન આવેલી ગંભીર ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળતાની આશંકા હેઠળ છે. રોકેટના પ્રારંભિક તબક્કાઓ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, અંતિમ ક્ષણોમાં ટેલિમેટ્રી સ્ક્રીન પર ફ્લાઇટ પાથમાં મોટું વિચલન જોવા મળ્યું હતું અને રોકેટની ઊંચાઈ તેમજ વેગમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. આ ક્ષતિના કારણે DRDOનો વ્યૂહાત્મક ઉપગ્રહ 'અન્વેષ' (Anvesha) અને ભારત, નેપાળ તથા સ્પેનના સ્ટાર્ટઅપ્સ દ્વારા નિર્મિત 15 અન્ય પ્રણેતા ઉપગ્રહો પૃથ્વીના વાતાવરણમાં નાશ પામ્યા હોવાનું મનાય છે. ઈસરો ચીફ વી. નારાયણને આ ખામીની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, ત્રીજા તબક્કાના અંતમાં રોકેટના રોલ રેટમાં વિક્ષેપ અને ઉડાન માર્ગમાં વિચલન જોવા મળ્યું હતું, જેનો ડેટા હાલમાં વૈજ્ઞાનિકો દ્વારા વિશ્લેષિત કરવામાં આવી રહ્યો છે.
----------------
ISRO એ સોમવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી વર્ષ 2026ના તેના પ્રથમ મિશનને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. 108 મિનિટ ચાલેલા આ મેરેથોન મિશનમાં 44.4 મીટર ઊંચા પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એ મુખ્ય પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ EOS-N1ની સાથે અન્ય 14 સહ-પેસેન્જર સેટેલાઈટ્સને સફળતાપૂર્વક અવકાશમાં તરતા મૂક્યા હતા. આ સફળતા ઈસરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે 18 મે, 2025ના રોજ PSLV-C61 મિશનમાં ત્રીજા તબક્કાની ખામીને કારણે EOS-09 ઉપગ્રહ સ્થાપિત કરવામાં નિષ્ફળતા મળી હતી. PSLV-C62 ના સફળ લોન્ચિંગથી ઈસરોના 'વર્કહોર્સ' ગણાતા આ લોન્ચ વ્હીકલની વિશ્વસનીયતા ફરી એકવાર સાબિત થઈ છે અને સંસ્થામાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે.
વાતાવરણમાં પુનઃપ્રવેશ માટે યોગ્ય માર્ગ પર મૂકી
NSILના આ કોમર્શિયલ મિશનમાં PSLVની આ 64મી ઉડાન હતી અને PSLV-DL વેરિઅન્ટનું આ પાંચમું મિશન હતું. લોન્ચિંગ બાદ તમામ ચાર તબક્કાઓએ સામાન્ય રીતે કામ કર્યું હતું અને EOS-N1 સહિતના તમામ ઉપગ્રહોને પૃથ્વીથી લગભગ 505 કિમીની ઊંચાઈએ સૂર્ય-સિંક્રનસ ભ્રમણકક્ષામાં 97.5 ડિગ્રીના ઝુકાવ સાથે સફળતાપૂર્વક ઈન્જેક્ટ કરવામાં આવ્યા હતા. આ મિશનમાં મુખ્ય પેલોડ EOS-N1 અન્વેષ એ એક હાઈપરસ્પેક્ટ્રલ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે, જેનો ઉપયોગ અદ્યતન દેખરેખ અને વ્યૂહાત્મક મોનિટરિંગ માટે કરવામાં આવશે. આ ઉપરાંત, મિશનમાં સામેલ Kestrel Initial Demonstrator રી-એન્ટ્રી કેપ્સ્યુલને પણ નિયંત્રિત રીતે પૃથ્વીના વાતાવરણમાં પુનઃપ્રવેશ માટે યોગ્ય માર્ગ પર મૂકવામાં આવી હતી.
ભારતીય વૈજ્ઞાનિકો કોઈપણ પડકારને જીતવા માટે સક્ષમ
આ મિશન ટેક્નોલોજીના પ્રદર્શનની દૃષ્ટિએ પણ અત્યંત મહત્વનું રહ્યું છે. તેમાં બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ ઓર્બિટએડ (OrbitAID) એરોસ્પેસ દ્વારા વિકસિત 'AayulSAT' પણ સામેલ હતું, જે ભારતનું પ્રથમ ઓન-ઓર્બિટ સેટેલાઈટ રિફ્યુઅલિંગ ડેમોન્સ્ટ્રેટર છે. આ ટેક્નોલોજી ભવિષ્યમાં સેટેલાઈટ્સનું આયુષ્ય વધારવા અને અવકાશમાં સેવાઓ પૂરી પાડવા માટે નિર્ણાયક સાબિત થશે. મિશનમાં અન્ય સેકન્ડરી પેલોડ્સ તરીકે AI પ્રોસેસિંગ, IoT સેવાઓ, રેડિયેશન માપન અને કૃષિ ડેટા એકત્રીકરણ જેવા વિવિધ ક્ષેત્રોના ઉપગ્રહોનો સમાવેશ થતો હતો. યુરોપિયન સ્ટાર્ટઅપના સહયોગથી બનેલી KID કેપ્સ્યુલ દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં સ્પ્લેશડાઉન કરવા માટે તૈયાર કરવામાં આવી છે. મે 2025ની નિષ્ફળતા બાદ ઈસરોની આ ભવ્ય સફળતાએ સાબિત કર્યું છે કે, ભારતીય વૈજ્ઞાનિકો કોઈપણ પડકારને જીતવા માટે સક્ષમ છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.