ISPLનો પ્રારંભ: બિગ બીને જોવા ભીડે દરવાજો તોડ્યો
અમિતાભ બચ્ચન ઉદ્યોગપતિના નવા ઘરે પહોંચતા સર્જાઈ અફરાતફરી

બિગ બી

બિગ બી
સુરતના આંગણે આજથી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) ની ત્રીજી સીઝનનો ધમાકેદાર પ્રારંભ થયો છે. પીપલોદ સ્થિત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રમાનારી આ T10 ક્રિકેટ લીગના ઉદઘાટન માટે બોલિવૂડ અને ક્રિકેટ જગતના દિગ્ગજો સુરત પહોંચી ગયા છે. જોકે, ઓપનિંગ સેરેમની પહેલા જ મહાનાયક અમિતાભ બચ્ચનના આગમનને પગલે શહેરમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી.
ઉદ્યોગપતિના ઘરે બિગ બીના પગલાં અને સર્જાયેલી અફરાતફરી :
સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ અમિતાભ બચ્ચન સીધા અડાજણ વિસ્તારમાં આવેલા ઉદ્યોગપતિ સુનિલ શાહના નિવાસ્થાને પહોંચ્યા હતા. કાસારિવેરા રેસીડેન્સીમાં શાહના નવા ઘરના ગૃહપ્રવેશ માટે બિગ બી ખાસ હાજર રહ્યા હતા. અમિતાભ બચ્ચન અહીં આવવાના હોવાની જાણ થતા જ હજારોની સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. ભીડ એટલી બેકાબૂ બની હતી કે રેસીડેન્સીનો મુખ્ય કાચનો દરવાજો તૂટી પડ્યો હતો. પરિસ્થિતિ વણસતા પોલીસે ભારે જહેમત બાદ અમિતાભ બચ્ચનને સુરક્ષિત રીતે હોટલ સુધી પહોંચાડ્યા હતા.
ગ્લેમર અને ક્રિકેટનો અનોખો સંગમ :
ISPL ની આ સીઝનમાં અક્ષય કુમારની હેલિકોપ્ટર એન્ટ્રી આકર્ષણનું કેન્દ્ર બનશે. ઓપનિંગ સેરેમનીમાં સચિન તેંડુલકર, સાઉથ સુપરસ્ટાર સૂર્યા અને હ્રિતિક રોશન જેવી હસ્તીઓ પર્ફોર્મન્સ આપશે. આ કાર્યક્રમનું હોસ્ટિંગ લોકપ્રિય અભિનેત્રી રૂપાલી ગાંગુલી કરી રહી છે. લીગમાં કુલ 8 ટીમો વચ્ચે 44 મેચો રમાશે, જેમાં સ્થાનિક પ્રતિભાઓને મોટું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.
સ્થાનિક ખેલાડીઓ માટે સુવર્ણ તક :
આ ટુર્નામેન્ટમાં સુરતના 4 ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ટેનિસ બોલ ક્રિકેટને પ્રોફેશનલ સ્તર પર લઈ જવાની આ લીગ 6 ફેબ્રુઆરી સુધી ચાલશે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન માઝી મુંબઈ અને શ્રીનગર કે વીર વચ્ચે રમાશે. સાંજે 5 વાગ્યાથી શરૂ થનારા આ ઉદઘાટન સમારોહમાં 200થી વધુ ડાન્સર્સ પોતાની કળાના કામણ પાથરશે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.