રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ
21 દેશોના પતંગબાજોએ આકાશ ગજવ્યું, 'ઓપરેશન સિંદૂર' અને તિરંગાની થીમ બની આકર્ષણનું કેન્દ્ર

રાજકોટ પતંગ મહોત્સવ

રાજકોટ પતંગ મહોત્સવ
રાજકોટના આંગણે મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં વિશ્વના 21 જેટલા દેશો અને ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા પતંગબાજોએ ભાગ લઈ રાજકોટના આકાશને અવનવી પતંગોથી ભરી દીધું હતું. કાર્યક્રમની વિશેષતા એ રહી કે પતંગબાજોની સાથે સ્થાનિક લોકો અને મહાનુભાવોએ પણ આ ઉત્સવનો ભરપૂર આનંદ માણ્યો હતો.
મહોત્સવના પ્રારંભે એક અનોખો સાંસ્કૃતિક સંગમ જોવા મળ્યો હતો, જ્યાં પોલેન્ડ, ઈન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશોથી આવેલા વિદેશી મહેમાનો ગુજરાતી ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ પણ વિશેષ હાજરી આપી પતંગ ઉડાવી હતી. ખાસ કરીને રાજસ્થાનથી આવેલા પતંગવીર દ્વારા તૈયાર કરવામાં આવેલી 6 મીટર લાંબી તિરંગા પતંગ અને 'ઓપરેશન સિંદૂર' થીમ આધારિત પતંગોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
આ વર્ષે મહોત્સવમાં માત્ર મનોરંજન જ નહીં, પરંતુ સામાજિક સંદેશાઓ પણ જોવા મળ્યા હતા. પતંગબાજોએ 'સેવ અર્થ', 'બેટી બચાવો બેટી પઢાવો' અને પર્યાવરણ જાળવણી જેવા વિષયો પર આધારિત પતંગો ઉડાવી હતી. રાજસ્થાનના પતંગવીર વી.પી. શર્માએ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતની વીર દીકરીઓના શૌર્યને પતંગના માધ્યમથી યાદ કર્યું હતું. સાનુકૂળ પવન અને ઉત્સાહભર્યા વાતાવરણને કારણે આ આંતરરાષ્ટ્રીય મહોત્સવ રાજકોટવાસીઓ માટે યાદગાર બની રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.