'INS સુરત' પહોંચ્યુ ગુજરાત
જહાજ 2 દિવસ સુધી હજીરાના અદાણી પોર્ટ પર રહેશે

INS સુરત પહોંચ્યુ હજીરા પોર્ટ

INS સુરત પહોંચ્યુ હજીરા પોર્ટ
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન બોખલાયું છે. બન્ને દેશો વચ્ચે તણાલપૂર્ણ પરિસ્થિતિ જોવા મળી રહી છે. યુદ્ધ જેવી તણાવભરી સ્થિતિ વચ્ચે ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ INS સુરત હવે સુરતમાં આવી પહોંચ્યું છે અને આ સુરત શહેર માટે ગૌરવપૂર્ણ ક્ષણ હતી. INS સુરત શહેરના અદાણી પોર્ટ હજીરા ખાતે પહોંચ્યુ જ્યાં રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા અને સુરતના કલેક્ટર દ્વારા ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યુ.
હવે આ જહાજ 2 દિવસ સુધી હજીરાના અદાણી પોર્ટ પર રહેશે. જ્યારે સુરત પોલીસ ઓફિસરો, એનસીસીના વિધ્યાર્થી તેમજ નાગરિકોને પણ આ જહાજની અંદરની મુલાકાત લેવાની ખાસ તક આપવામાં આવશે. હાલ આ INS સુરતનું આગમન થવુ એ સંકેત આપે છે કે ભારત યુદ્ધ જેવી કોઇપણ પરિસ્થિતિ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ખાસ કરીને જ્યારે પાકિસ્તાન અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ ઉભી થઇ છે.
INS સુરતનું વજન 7 હજાર 400 ટન છે. INS સુરતની લંબાઈ ૧૬૪ મીટર છે. આ ઉપરાંત, તે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તેમજ INS સુરત અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થાથી સજ્જ છે. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની વિનંતી પર, નૌકાદળે INS સુરત મોકલ્યું છે. INS સુરત વાહક ટાસ્ક ફોર્સ, સપાટી કાર્યવાહી જૂથો, શોધ અને હુમલો એકમો તરીકે કામ કરી શકે છે.
INS સુરતની યુદ્ધ ક્ષમતા
INS સુરત પરથી બરાક-8, બ્રહ્મોસ મિસાઈલથી હુમલો કરી શકાય છે. એન્ટી સબમરીન રોકેટ વોર ફેર માટે 533 મિમી 4 ટોરપીડો ટ્યુબ્સ તૈનાત કરી શકાય છે. એન્ટી સબમરીન રોકેટ લોન્ચર, તોપ સહિતના હથિયારો પણ તેમાં તૈનાત કરવામાં આવ્યા છે. 2 RBU-6000 એન્ટી સબમરીન રોકેટ લોન્ચર્સ પણ તેના પર તૈનાત કરવામાં આવ્યા છે. જહાજ પર ચાર ઈન્ટરસેપ્ટર બોટની સાથે 50 અધિકારી, 250 નૌસૈનિક રહી શકે છે. યુદ્ધ જહાજ દરિયામાં 45 દિવસ સુધી રહી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.