ગટરનું ઢાંકણુ માથે પડતાં માસૂમનું મોત
સુરતના ડિંડોલી વિસ્તારમાં ઘર પાસે રમી રહેલી પાંચ વર્ષીય બાળકી મનપાની બેદરકારીનો ભોગ બની

ગટરનું ઢાંકણુ માથે પડતાં માસૂમનું મોત

ગટરનું ઢાંકણુ માથે પડતાં માસૂમનું મોત
સુરત મહાનગર પાલિકાની લાલિયાવાડી તો જગજાહેર છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મનપાની બેદરકારીના કારણે એક પાંચ વર્ષીય માસૂમે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટના બાદ સ્થાનિક રહીશો ભારે રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલાં પણ સુરતના સચીન વિસ્તારમાં 2 વર્ષીય બાળક બોલ રમતા રમતા ગટરની ખાડીમાં પડી જતાં મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડિંડોલીના ચેતન નગર વિસ્તારમાં ચોમાસું પુરૂ થતાં ગટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ કામગીરી દરમિયાન ગટર ઢાંકણા ખુલ્લાઓ રાખવામાં આવ્યા હતા અને પાલિકાની આ લાલયાવાડીએ બાળકીનો ભોગ લીધો છે. બે બહેનો રમી રહી હતી ત્યારે રમતાં રમતાં બે બહેનો પર ગટરનું ઢાંકણું પડ્યું હતું. જેમાં બે વર્ષની બાળકી બચી ગઇ હતી પરંતુ પાંચ વર્ષની ભાગ્યશ્રીને માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતાં મોત નિપજ્યું હતું. નજીકના રેલ્વે ટ્રેક ઉપર બેઠેલા એક વ્યક્તિને નજર પડતા તે તેને બચાવવા માટે દોડતા આવ્યો હતો. પરંતુ તે પણ બચાવી શક્યો નહીં અને તેને પગમાં ઢાંકણ વાગતાં ઈજાગ્રસ્ત થયો હતો.
ઘટનાની જાણ થતા જ બાળકીને તાત્કાલિક ધોરણે પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી જ્યાં હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. હાલ ડીંડોલી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઓટોરિક્ષા ચલાવીને પોતાનું ગુજારાન ચલાવનાર બાપની આજે એક દીકરી સુરત મહાનગરપાલિકા ની ગંભીર બેદરકારીના કારણે ગુમાવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ