અમદાવાદમાં પાણીપુરીની લારીમાં તરછોડાયું માસૂમ
ભાટ ગામ નજીક માનવતા મરી પરવારી; પાણીપુરીની લારીમાં માસૂમનો રડવાનો અવાજ

અમદાવાદમાં પાણીપુરીની લારીમાં તરછોડાયું માસૂમ

અમદાવાદમાં પાણીપુરીની લારીમાં તરછોડાયું માસૂમ
અમદાવાદના ઈન્દિરા બ્રિજ પાસે આવેલા ભાટ ગામ નજીક માતાના નામને લજવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોઠારી હોસ્પિટલ પાસે આવેલી એક સાંકડી ગલીમાં બે અજાણી યુવતીઓએ માત્ર બે દિવસના નવજાત શિશુને પાણીપુરીની લારીમાં તરછોડી દીધું હતું.
બાળકના રડવાનો અવાજ આવતા સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. હાલ એરપોર્ટ પોલીસે માસૂમ બાળકને સિવિલ હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં સારવાર માટે ખસેડ્યું છે.
CCTVમાં કેદ
ઘટનાની વિગત મુજબ, 17 માર્ચના રોજ રાત્રે અંદાજે 8:41 વાગ્યે બે યુવતીઓ એક સાંકડી ગલીમાં પ્રવેશતી સીસીટીવીમાં કેદ થઈ છે. એક યુવતીના હાથમાં નાનું બાળક હતું જ્યારે બીજી યુવતી પાસે બેગ હતી.
ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બંને યુવતીઓ કોઈ જોઈ ન જાય તેની રાહ જોઈ રહી હતી. ગલીમાંથી એક-બે લોકોના પસાર થયા બાદ, જેવી તક મળી કે તરત જ તેમણે ખૂણામાં પડેલી પાણીપુરીની લારીમાં બાળકને મૂકી દીધું હતું.
બંને યુવતીઓએ અત્યંત ઉતાવળમાં આ કૃત્ય આચર્યું હતું. ગલીમાં આવ્યા બાદ માત્ર બે મિનિટની અંદર જ માસૂમને એક કપડામાં લપેટીને લારીમાં મૂકી તેઓ ત્યાંથી રવાના થઈ ગઈ હતી. રાત્રે 9 વાગ્યા આસપાસ પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે મેસેજ મળતા એરપોર્ટ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાળક જીવિત હોવાથી તાત્કાલિક તેને તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી.
પોલીસે તપાસ શરુ
એરપોર્ટ પોલીસે આ મામલે ગુનો નોંધીને યુવતીઓની શોધખોળ હાથ ધરી છે. આસપાસની હોસ્પિટલોમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં થયેલી ડિલિવરીનો ડેટા પણ ચેક કરવામાં આવી રહ્યો છે.
પોલીસને શંકા છે કે સામાજિક લોકલાજ અથવા અન્ય કોઈ કારણસર આ બાળકને તરછોડવામાં આવ્યું હોઈ શકે છે. સીસીટીવી ફૂટેજના આધારે યુવતીઓ કઈ તરફ ભાગી છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.