ઈન્દુથી ભારતની 'આયર્ન લેડી' બનવા સુધીની સફર
ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર ફિરોઝ ગાંધી સાથેના લગ્ન અને મહાત્મા ગાંધીના હસ્તક્ષેપની કહાણી

ઈન્દિરા ગાંધી

ઈન્દિરા ગાંધી
પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર, આખો દેશ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. બાંગ્લાદેશ યુદ્ધ, પોખરણ કરાર, ઓપરેશન બ્લુ સ્ટાર, બેંકોનું રાષ્ટ્રીયકરણ અને 1975ના કટોકટી કાળ જેવા મજબૂત રાજકીય નિર્ણયો માટે જાણીતા 'આયર્ન લેડી' ઈન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917ના રોજ અલ્હાબાદમાં જવાહરલાલ નહેરુ અને કમલા નહેરુના એકમાત્ર સંતાન તરીકે થયો હતો. પરંતુ મુખ્ય સવાલ એ છે કે, ઈન્દિરા પ્રિયદર્શિની કેવી રીતે 'ઈન્દિરા ગાંધી' બન્યા? આ પાછળ મહાત્મા ગાંધીનો હસ્તક્ષેપ અને ફિરોઝ ગાંધી સાથેના તેમના લગ્નની એક રસપ્રદ અને ઓછી જાણીતી કહાણી જોડાયેલી છે.
બાળપણનું નામ 'ઈન્દુ'
ઈન્દિરાજીનું ઘરેલું નામ 'ઈન્દુ' હતું. તેમના દાદા મોતીલાલ નહેરુએ તેમને 'ઈન્દિરા પ્રિયદર્શિની' નામ આપ્યું હતું, જેનો અર્થ 'કાંતિ, લક્ષ્મી અને શોભા' થાય છે. મોતીલાલજીને વિશ્વાસ હતો કે, તેમની પૌત્રીના રૂપમાં ઘરમાં મા લક્ષ્મી અને દુર્ગાનું આગમન થયું છે. જવાહરલાલ નહેરુ પણ તેમને 'પ્રિયદર્શિની' કહીને બોલાવતા હતા. ઈન્દિરા ગાંધીનો પરિવાર આર્થિક-સામાજિક રીતે ખૂબ જ સદ્ધર હતો અને તેમણે નાની ઉંમરે જ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય પણે ભાગ લીધો હતો.
ફિરોઝ ગાંધીનો નહેરુ પરિવાર સાથેનો સંબંધ
ફિરોઝ ગાંધીનો જન્મ 12 સપ્ટેમ્બર 1912ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા જહાંગીર મૂળ ફારસી પારસી હતા, અને માતા રત્તીબાઈ ગુજરાતી હતા. પિતા મરીન એન્જિનિયર હતા, પરંતુ તેમના અવસાન પછી ફિરોઝનો પરિવાર અલ્હાબાદ આવી ગયો. ફિરોઝે અલ્હાબાદમાં અભ્યાસ કર્યો, લંડન ગયા પણ પાછા ફર્યા અને 1930માં યુવા કોંગ્રેસમાં જોડાયા. સ્વતંત્રતા આંદોલન દરમિયાન જ્યારે કમલા નહેરુ ધરણાં પર હતા, ત્યારે યુવાન ફિરોઝ ગાંધીએ તેમની ખૂબ કાળજી લીધી હતી, જેના કારણે તેમનો નહેરુ પરિવાર સાથેનો સંબંધ ગાઢ બન્યો. આ નિકટતાના કારણે જ ફિરોઝ અને ઈન્દિરા ગાંધીની પ્રેમ કહાણી શરૂ થઈ.
આ પણ વાંચો: સીઝફાયરમાં અમેરિકાની દખલગીરી? વિપક્ષ ભડક્યો, સોશિયલ મીડિયા પર ઈન્દિરા ગાંધી ટ્રેન્ડમાં
ફિરોઝને 'ગાંધી' સરનેમ અને 1942માં લગ્ન
ઈન્દિરા અને ફિરોઝના સંબંધોને કારણે કમલા નહેરુ ગુસ્સે થયા હતા, કારણ કે ફિરોઝ પારસી હતા. આ અંગે જવાહરલાલ નહેરુએ મહાત્મા ગાંધીજીની સલાહ લીધી. ગાંધીજીએ ફિરોઝને 'ગાંધી' સરનેમ આપી, અને 1942માં હિંદુ રીત-રિવાજ મુજબ તેમના લગ્ન થયા. લગ્ન પછી જ ઈન્દિરા પ્રિયદર્શિની 'ઈન્દિરા ગાંધી' તરીકે ઓળખાયા. ગાંધીજીએ આ લગ્નને રાજકીય રીતે યોગ્ય ગણાવ્યું હતું. ફિરોઝ પાછળથી નહેરુ મંત્રીમંડળમાં મંત્રી પણ બન્યા, પરંતુ 1960માં તેમનું નિધન થયું.
ઈન્દિરા ગાંધીની રાજકીય સફર
ઈન્દિરા ગાંધી એ 1959માં કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળ્યું. 1964માં જવાહરલાલ નહેરુના નિધન પછી તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા. 1966માં તેઓ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા, અને 1971-77, તેમજ 1980-84 સુધી દેશ પર શાસન કર્યું. 1975નો કટોકટી કાળ વિવાદાસ્પદ રહ્યો, પરંતુ તેમણે ભારતને એક મજબૂત અને નિર્ણાયક રાષ્ટ્ર તરીકે સ્થાપિત કર્યું. 31 ઓક્ટોબર 1984ના રોજ તેમના જ અંગરક્ષકો બેઅંત સિંહ અને સતવંત સિંહે તેમની હત્યા કરી નાખી.
પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ
દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપે છે. ઈન્દિરા ગાંધીના અંતિમ સંસ્કાર શાંતિવન પાસે આવેલા 'શક્તિ સ્થળ'માં કરવામાં આવ્યા હતા. તેમનું જીવન રાજકારણ, પરિવાર અને પડકારોથી ભરેલું રહ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!