ગુજરાત એટીએસએ ફરી એક વખત ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. અગાઉ આ પ્રકારે હનીટ્રેપમાં ફસાઈને અનેક લોકો પાકિસ્તાનના એજન્ટોને આ પ્રકારની માહિતી આપતા હતા અને ઘણી વખત કેટલાક રૂપિયાની લાલચમાં પણ મહત્ત્વની માહિતી ત્યાં પહોંચતી હતી. આ વખતે પકડાયેલો આરોપી ઓખા પાસે રહેતો હતો અને એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. આ સમગ્ર માહિતી એટીએસને મળી છે અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ઓખાથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા ભારતીય યુવાનની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે આ યુવાન કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો. આરોપી પાકિસ્તાની સંસ્થા ISI સાથે સંપર્કમાં હતો એવો પણ ખુલાસો થયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાકિસ્તાની જાસૂસની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેમ છે.ભારતમાં રહીને પાકિસ્તાન માટે જાસૂસી કરતા યુવકને ગુજરાત એટીએસએ ઓખાથી ઝડપી પાડ્યા છે. આરોપીની ઓળખ ગોહિલ દીપેશ તરીકે થઈ છે. આરોપ છે કે દીપેશ ગોહિલ ભારતીય જળ સીમામાં રહેલા કોસ્ટ ગાર્ડની માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતો હતો. દીપેશની તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે તે પાકિસ્તાની સંસ્થા ISI સાથે સંપર્કમાં હતો.
આરોપી દીપેશ ગોહિલ પાકિસ્તાની જાસૂસી એજન્સીનાં અધિકારીઓને ભારતીય કોસ્ટગાર્ડની સંવેદનશીલ માહિતી અને ફોટા પહોંચાડતો હતો. ઉપરાંત, કોસ્ટગાર્ડનાં શીપ મુવમેન્ટ જાણી માહિતી પાકિસ્તાની અધિકારીઓને આપતો હતો. આ મામલે પોલીસે દીપેશ ગોહિલની વધુ પુછપરછ હાથ ધરી છે. પાકિસ્તાની જાસૂસ દીપેશ ગોહિલની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી વકી છે.