દેશની પ્રથમ ગેસથી ચાલતી ટ્રેનનું સફળ ટ્રાયલ
દેશની પ્રથમ LNG અને ડીઝલ આધારિત ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેનનું સફળ પરીક્ષણ કરીને ઇતિહાસ રચ્યો

ગેસથી ચાલતી ટ્રેન

ગેસથી ચાલતી ટ્રેન
ભારતીય રેલવેએ પર્યાવરણને અનુકૂળ અને આર્થિક રીતે સસ્તું સંચાલન કરવાની દિશામાં એક મોટી સફળતા મેળવી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા દેશની પ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ-ડીઝલ આધારિત ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેનનું સફળતાપૂર્વક પરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. 30 જાન્યુઆરી 2026ના રોજ અમદાવાદના સાબરમતી સ્થિત ઈન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો ખાતે મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ દ્વારા આ ખાસ ટ્રેનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
2000 કિલોમીટરથી વધુનું ફિલ્ડ ટ્રાયલ પૂર્ણ
આ નવી ટેક્નોલોજી અંતર્ગત 1400 હોર્સપાવરની 2 DEMU ડ્રાઈવિંગ પાવર કારને એવી રીતે અપગ્રેડ કરવામાં આવી છે કે તેમાં 40 ટકા જેટલા ડીઝલના સ્થાને પર્યાવરણને અનુકૂળ LNGનો ઉપયોગ કરી શકાય છે. ખાસ વાત એ છે કે, આ ડ્યુઅલ ફ્યુઅલ ટ્રેને 2000 કિલોમીટરથી વધુનું ફિલ્ડ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે અને હાલમાં તે કોઈપણ સમસ્યા વગર મુસાફરોની સેવામાં કાર્યરત છે.
હાનિકારક પ્રદૂષકોના ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો
આ LNG આધારિત ડ્યુઅલ ફ્યુઅલ પ્રણાલી અનેક વિશેષતાઓ ધરાવે છે જે રેલવેના ભવિષ્યને બદલી શકે છે. આ એન્જિન દ્વારા CO₂,NOx અને પાર્ટિક્યુલેટ મેટર જેવા હાનિકારક પ્રદૂષકોના ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, જે હવાની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ બને છે. આર્થિક રીતે જોઈએ તો, ડીઝલ કરતા LNG સસ્તું હોવાથી આ ટ્રેનના ઉપયોગથી રેલવેને મોટી બચત થશે. પ્રાપ્ત આંકડા મુજબ, એક 8-કોચની DEMU ટ્રેન તેના ઉપયોગથી વર્ષે અંદાજે 23.9 લાખની બચત કરી શકે છે. આ ડ્યુઅલ ફ્યુઅલ ટ્રેન ઇંધણની ઉપલબ્ધતા મુજબ ડીઝલ અને LNG વચ્ચે સરળતાથી સ્વિચ થઈ શકે છે, જેથી મુસાફરીમાં કોઈ વિક્ષેપ પડતો નથી.
8 DEMU પાવર કારને સિસ્ટમમાં રૂપાંતરિત કરવાનું આયોજન
તકનીકી દ્રષ્ટિએ આ ટ્રેનમાં અંદાજે 2200 લીટરની ક્ષમતા ધરાવતી ખાસ LNG ટેન્ક સ્થાપિત કરવામાં આવી છે. આ ટેન્ક એકવાર ફુલ કરવાથી ટ્રેન 222 કિલોમીટર સુધીનું દૈનિક સંચાલન સરળતાથી કરી શકે છે, જેના કારણે વારંવાર ઈંધણ ભરવાની જરૂર પડતી નથી. રેલવેની આ પહેલ માત્ર પ્રદૂષણ ઘટાડવા પૂરતી સીમિત નથી, પરંતુ તે કિફાયતી રેલ સંચાલન માટેનું એક મોટું મોડેલ બની રહ્યું છે. RDSO દ્વારા અંતિમ મંજૂરી મળ્યા બાદ, આગામી તબક્કામાં વધુ 8 DEMU પાવર કારને આ સિસ્ટમમાં રૂપાંતરિત કરવાનું આયોજન છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.