અમરેલીના સાવરકુંડલામાં નાની બહેનના બદલે મોટી બહેન પરીક્ષા આપતા ઝડપાઈ
નાની બહેનને ટાઈફોઈડ થતાં મોટી બહેન આપી રહી હતી ધોરણ-10ની પરીક્ષા

સાવરકુંડલા પોલીસે બંને બહેનો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

સાવરકુંડલા પોલીસે બંને બહેનો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં નાની બહેનના બદલે મોટી બહેન પરીક્ષા આપતા ઝડપાઈ ગઈ છે. ધોરણ-10ના પેપરમાં પરીક્ષા આપતી મોટી બહેનને ઝડપી લેવામાં આવી છે. નાની બહેનને ટાઈફોઈડ થયો હોવાથી મોટી બહેન પરીક્ષા આપવા આવી હતી. શનિવારે ગણિતના પેપર દરમિયાન ડમી વિદ્યાર્થીનિ પરીક્ષા આપતા ઝડપાયાની ઘટના બની હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા અંતર્ગત શનિવારે ત્રીજા દિવસે રાજ્યમાં ગેરરીતિના 6 કેસ નોંધાયા હતા. જેમાં અમરેલીના સાવરકુંડલાની જે.વી.મોદી હાઇસ્કૂલમાં ડમી વિદ્યાર્થીનિ પરીક્ષા આપતા ઝડપાઇ હતી.
સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર જે.વી. મોદી હાઇસ્કૂલમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા અંતર્ગત શનિવારે ગણિતના પેપરમાં ડમી વિદ્યાર્થીનિ ઝડપાઇ છે. ગણિતના પેપરમાં નાની બહેનના બદલે મોટી બહેન પરીક્ષા આપવા આવી હતી.
સુપરવાઇઝરને શંકા જતાં ડમી વિદ્યાર્થીનિનો ભાંડો ફૂટી ગયો હતો. પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે નાની બહનને ટાઇફોઈડ થયો હોવાથી મોટી બહેન પરીક્ષા આપવા આવી હતી. સુપરવાઈઝરે સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં બંને બહેનો સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.