ગુજરાતમાં મિલકતોના દસ્તાવેજ બાબતે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
1 એપ્રિલથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાં અક્ષાંશ અને રેખાંશ દર્શાવવા ફરજિયાત કરાયા

સબ રજિસ્ટ્રાર કચેરીઓને સૂચના આપીઃ અક્ષાંશ-રેખાંશની વિગતો વગર નોંધણી થશે નહીં

સબ રજિસ્ટ્રાર કચેરીઓને સૂચના આપીઃ અક્ષાંશ-રેખાંશની વિગતો વગર નોંધણી થશે નહીં
ગુજરાતમાં મિલકતોના દસ્તાવેજને લઈ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 1 એપ્રિલથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાં અક્ષાંશ-રેખાંશની વિગતો નોંધવી ફરજિયાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓને પરિપત્ર કરીને અક્ષાંશ-રેખાંશની વિગતો વગર નોંધણી નહી કરવા સ્પષ્ટ સૂચના આપી છે. સરકારના આ નિર્ણયના કારણે મિલકતની ખરીદ-વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા આવવાની અને સ્ટેમ્પ ડ્યુટી આવકમાં થતાં નુકસાનને અટકવાનો દાવો કરાયો છે.
રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ ઘણી વખત મિલકતના દસ્તાવેજોમાં બાંધકામ હોવા છતાં દસ્તાવેજમાં ખુલ્લા પ્લોટના ફોટા રજૂ કરવામાં આવે છે. જેના કારણે સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરીમાં ગેરરીતિ થાય છે અને સરકારને આર્થિક નુકસાન થાય છે. સરકારના ધ્યાને આ પ્રકારના કિસ્સાઓ સતત વધતાં હોવાનું ધ્યાને આવ્યુ હોવાથી ઉપરોક્ત નિર્ણય કરાયો છે.
મિલકતોના દસ્તાવેજમાં થતી છેતરપિંડી અટકાવવા સંબંધિત કચેરીના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. પરિપત્રમાં જણાવાયુ છે કે, ખુલ્લા પ્લોટની મિલકતોની તબદીલીના કિસ્સામાં, ફોટોગ્રાફવાળા પૃષ્ઠ પર અક્ષાંશ અને રેખાંશની વિગતો ફરજિયાત દર્શાવેલી હોવી જોઇએ. દસ્તાવેજમાં મિલકતના 5*7 સાઇઝના કલર ફોટોગ્રાફ્સમાં એક સાઇડ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ દેખાવવો જોઇએ. મિલકતના વર્ણનવાળા પૃષ્ઠ પછી તરત જ ચોંટાડવાના રહેશે.
ફોટાની નીચે મિલકતનું પૂરૂ પોસ્ટલ સરનામું લખવાનું રહેશે. તેની પર દસ્તાવેજ લખનાર તેમજ લેનાર બંને પક્ષકારોએ સહી કરવી પડશે. આ પ્રકારની નોંધ દસ્તાવેજમાં નહીં હોય તો સબ-રજિસ્ટ્રાર કચેરી નોંધણી માટે ગ્રાહ્ય નહીં ગણે.
સરકારના આ નિર્ણયથી મિલકતની ખરીદી-વેચાણમાં પારદર્શિતા વધશે અને છેતરપિંડીની સંભાવનાઓ ઘટશે. 1 એપ્રિલ 2025થી શરૂ થતા નિયમોનો કડક અમલ કરવા સબ-રજિસ્ટ્રાર કચેરીઓને પણ સૂચના આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.