ગુજરાતમાં નવા જંત્રી દરનો અમલ મોકૂફ રાખવામાં આવે તેવી સંભાવના
સ્ટેમ્પની બેફામ ખરીદી, કાળાબજાર, મંદીનો માહોલ અને બિલ્ડર્સના વિરોધના કારણો જવાબદાર

સમીક્ષા કર્યા મુખ્ય સચિવે આપેલા અહેવાલના આધારે મુખ્યમંત્રીએ સંકેત આપ્યો હોવાની ચર્ચા

સમીક્ષા કર્યા મુખ્ય સચિવે આપેલા અહેવાલના આધારે મુખ્યમંત્રીએ સંકેત આપ્યો હોવાની ચર્ચા
સુરેશ વણોલ, અમદાવાદ
ગુજરાતમાં નવા જંત્રી દરનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં નવા જંત્રી દરના અમલની સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષા દરમિયાન ત્રણ જિલ્લાના અપૂરતા ડેટા, સ્ટેમ્પની બેફામ ખરીદી, કાળા બજારી, મંદીનો માહોલ ઉપરાંત બિલ્ડર્સ લોબીના ભારે વિરોધના કારણે નવા જંત્રી દરનો અમલ મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે.
રાજ્ય સરકારે નવેમ્બર-2024માં નવા જંત્રી દર વધારવા માટેનો મુસદ્દો જાહેર કર્યો હતો. હાલના જંત્રી દરમાં બમણો વધારો કરવાનો જે તે સમયે નિર્ણય લેવાયો હતો. જો કે, રાજ્યમાં રિઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા અને બિલ્ડર્સ લોબીએ વિરોધ કરતાં રાજ્ય સરકારે નવા જંત્રી દરના અમલ મામલે વાંધા સૂચનો મંગાવ્યા હતા. જેમાં શહેરી કક્ષાના 23,845 અને ગ્રામ્ય કક્ષાના 17,131 મળી નવા વેલ્યુઝોન મુજબ જમીન-મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટે વાંધા મંગાવવામાં આવ્યા હતા. વાંધા સૂચનો મળ્યા બાદ 1 એપ્રિલ 2025થી નવા જંત્રી દરના અમલનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
નવા જંત્રીના દરની અમલવારી 1 એપ્રિલ-2025થી કરવાનું નક્કી કરાયા બાદ હાલ પૂરતો નવા જંત્રી દરનો અમલ મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. ત્રણ જિલ્લાના અપૂરતા ડેટા, સ્ટેમ્પની બેફામ ખરીદી, કાળા બજારી, મંદીના માહોલ ઉપરાંત રિયલ એસ્ટેટ ક્ષેત્રના ભારે વિરોધના કારણે રાજ્ય સરકારે હાલ પૂરતો ભાવ-વધારા સાથેની નવી જંત્રી-2025નો અમલ મોકૂફ રાખવાનું નક્કી કર્યુ છે.
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં નવી જંત્રીના મુસદ્દા તથા તેના ઉપર મેળવાયેલા વાંધા-સૂચનો, રાજ્ય અને જિલ્લા કક્ષાની સમિતિઓ દ્વારા કરાયેલી સમીક્ષા પછીના અહેવાલો ઉપર ચર્ચા થઈ હતી. જેમાં મોટાભાગના જિલ્લાઓમાં વિરોધી સૂર જોવા મળતાં આખરે મુખ્યમંત્રીએ નવી જંત્રીનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. રાજ્ય સરકાર કે તેના પ્રવક્તા તરફથી થયેલી સત્તાવાર જાહેરાત નથી. પરંતુ કેબિનેટની બેઠકમાં થયેલી ચર્ચા બાદ મુખ્યમંત્રી દ્વારા અપાયેલા સંકેત અંગે આધારભૂત સૂત્રો દ્વારા જાણકારી મળી છે.
12મી માર્ચ-2025ને બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં નવી જંત્રીમાં રાહત કે તેના દરમાં ઘટાડા બાબતે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ નવી જંત્રીના દરમાં કોઈપણ જાતની રાહતનો કે તેના વધારાયેલા દરમાં ઘટાડો કરવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકારે ઉચ્ચ કક્ષાએથી ફિડબેક મેળવ્યા હતા. ગત શુક્રવારે મુખ્ય સચિવ પંકજ જોષીના અધ્યક્ષસ્થાને મહેસૂલ વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં નવા જંત્રી દરના અમલથી રાજ્ય સરકારને થતી અને થનારી સ્ટેમ્પ ડ્યૂટી તથા નોંધણી ફીની આવક ઉપરાંત નવી જંત્રીના ધરખમ વધારાને કારણે સરકારને થનારી સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીમાં થનારા સંભવિત વધારા અંગે ચર્ચા કરવામાં આવી હતી. નવા જંત્રી દરને યથાવત રાખી તેમાં કરાયેલો ભાવ વધારો પરત ન ખેંચાય તો શું સ્થિતિ થાય તેની પણ ચર્ચા કરાઈ હતી. ત્યારબાદ સમગ્ર બાબતથી મુખ્ય સચિવે મુખ્યમંત્રીને વાકેફ કરાયા હોવાની જાણકારી મળી છે.
28 માર્ચના રોજ બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે, હાલની સ્થિતિએ નવા જંત્રી દરના અમલથી બિલ્ડર લોબી સહિતના વિવિધ સેક્ટર્સમાંથી વિરોધ થાય તેમ છે. તેના કારણે સરકાર અને ભાજપ સંગઠને પણ રાજકીય નુકસાન થવાની દહેશત સેવાઈ હતી. આ ઉપરાંત મંદીમાંથી પસાર થઈ રહેલા રિઅલ એસ્ટેટ સેક્ટરને મોટું નુકસાન થાય અને રોજગારીની તકો ઉપર વિપરીત અસર થાય તેમ છે. તમામ પરિબળોની સમીક્ષા કરાયા બાદ રાજ્ય સરકાર હાલના તબક્કે નવા જંત્રી દરના અમલના મૂડમાં બિલકુલ નહી હોવાનું જાણવા મળ્યુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.