ઇરાન યુદ્ધની અસરઃ ડાકોરમાં ભોજન પ્રસાદ સેવા બંધ
ઘરેલું ગેસની અછતના કારણે રણછોડરાય મંદિરમાં ભોજન પ્રસાદ સેવા હંગામી ધોરણે બંધ કરવામાં આવી

ડાકોરના રણછોડરાય મંદિરની ફાઈલ તસવીર

ડાકોરના રણછોડરાય મંદિરની ફાઈલ તસવીર
ગુજરાતમાં હવે અમેરિકા ઇઝારાયેલના ઇરાનના યુદ્ધની અસર જોવા મળી છે. ઘરેલું ગેસ વિતરણમાં અવરોધના કારણે હવે ગુજરાતમાં પણ ગેસની અછત વર્તાઇ રહી છે. ગેસ સિલિન્ડરની અછતના કારણે હોસ્ટેલ, રેસ્ટોરન્ટ સાથે હવે મંદિરના ભોજનાલય પ્રભાવિત થયા છે. ઈરાન યુદ્ધની અસર હવે મંદિરના ભોજનાલય સુધી પહોંચી છે. ગેસ સિલિન્ડર ન મળતાં ડાકોરના રણછોડરાય મંદિરમાં પ્રસાદ સેવા બંધ કરવાની ફરજ પડી છે.
યુદ્ધના કારણે ગેસ વિતરણમાં અવરોધના કારણે ગુજરાતમાં ગેસની અછત ઉભી થઇ છે. ગેસ સિલિન્ડર ન મળતા હંગામી ધોરણે ડાકોરના રણછોડરાય મંદિરનું ભોજનાલય બંધ કરવામાં આવ્યું છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા ભોજન-પ્રસાદની સેવા સ્થિતિ નોર્મલ ન થાય ત્યાં સુધી બંધ કરવામાં આવી છે.
ડાકોરના રણછોડરાય મંદિર તરફથી અપાતી ભોજન પ્રસાદી બંધ કરવામાં આવી છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે આ નિર્ણય લેવાયો છે. શનિવાર-રવિવારે દૈનિક 2 હજાર કરતા વધુ શ્રદ્ધાળુઓ ભોજન-પ્રસાદનો લાભ લેતા હોય છે. જ્યારે સામાન્ય દિવસોમાં અંદાજે 1 હજાર ભક્તો ભોજન પ્રસાદીનો લાભ લેતા હતા.
યુદ્ધની અસરથી ઘરેલુ ગેસના વિતરણમાં વિલંબ થતાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વર્તાતા મંદિર સંચાલકે ભોજનાલય બંધ કરવાનો નિર્ણય લીધો છે. મંદિર મેનેજમેન્ટે જણાવ્યું છે કે, ગેસ સિલિન્ડરની અછત દૂર થયા બાદ ભોજનશાળા કાર્યરત કરાશે.
મિડલ ઇસ્ટના તણાવની અસર ભારત પર પડી રહી છે. ખાસ કરીને ઔદ્યોગિક ગેસની અછતના કારણે ઔદ્યોગિક એકમો બંધ કરાતાં શ્રમિકો વતન તરફ હિજરત કરી રહ્યાં છે. ગેસની અછતના કારણે કંડલાનો IFGL પ્લાન્ટ હંગામી ધોરણે બંધ કરવાની ફરજ પડી છે. હાલમાં IFGL પ્લાન્ટ હંગામી ધોરણે બંધ રહેશે.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે ગેસની આયાતમાં પણ ઘટાડો થયો છે. જેના કારણે પુરવઠામાં પણ ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે સ્થાનિક ગ્રાહકોને પ્રાથમિકતા આપીને કોમર્શિયલ પુરવઠો ઘટાડી દીધો છે. આ નિર્ણય ટેકનિકલી સાચો હોવા છતાં જમીન પર તેની નકારાત્મક અસર પડી રહી છે.
LPG કટોકટીએ હોટેલ ઉદ્યોગની મુશ્કેલીઓ વધારી દીધી છે. સરકારના દાવા મુજબ LPG ચિંતાનો વિષય છે. LPG સિલિન્ડરની કોઈ તાત્કાલિક અછત નથી. જમીની હકીકત કંઈક અલગ જ છે. લોકો ઘરેલું ગેસ સિલિન્ડરની અછત અંગે ફરિયાદ કરી રહ્યા છે. દેશભરમાં કાળાબજારીના અહેવાલો પણ મળી રહ્યાં છે. તેના કારણે હોટેલ ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે. જ્યારે ઔદ્યોગિક ગેસની અછતના કારણે પ્લાન્ટ બંધ થતાં શ્રમિકોની રોજગારી ઉપર અસર પડી છે.
આમ, ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસરથી ઔદ્યોગિક એકમો બંધ થતાં શ્રમિકોની રોજગારી ઉપર તેમજ ઘરેલું અને કોમર્શિયલ ગેસની અછતથી હોટલ-રેસ્ટોરેન્ટ બંધ થતાં સીધી અસર રોજગારી ઉપર થઈ રહી છે. આ ઉપરાંત મંદિરના ભોજનાલયો બંધ થતાં તેની નકારાત્મક અસર ભાવિક ભક્તો ઉપર થઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.