ડૂબતું બચાવવા આટલું કરવું જરૂરી, નહી તો ઘેડનું ડૂબવું નક્કી..!
સરકારે ઘેડ વિસ્તારમાં આવતા પૂરના નિવારણ માટે 1415 કરોડની ફાળણીનો નિર્ણય કર્યો, પણ શું હવે પૂરનો પ્રશ્ન ઉકેલાશે?

ઘેડને ડૂબતુ ક્યારે બચાવાશે

ઘેડને ડૂબતુ ક્યારે બચાવાશે
ઘેડની સમસ્યા: ચોમાસામાં જળબંબાકારનો આંતક
જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વહેતી ભાદર, ઓઝત, મધુવંતી, મીણસાર, વર્તુ, સોરઠી જેવી 21 નદીઓ ઘેડ વિસ્તારનું જીવન છે, પરંતુ ચોમાસામાં આ જ નદીઓ આફત બની જાય છે. આ નદીઓની છીછરી સપાટી અને કાંઠાનો અભાવ એવી સ્થિતિ સર્જે છે કે વરસાદી પાણી નદીઓમાંથી ફંટાઈને ખેતરો અને ગામડાઓમાં ફેલાઈ જાય છે. ઝાડી-ઝાંખરાથી ભરેલી આ નદીઓનું પાણી ખેતરોમાં ઘૂસી જતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. ઘેડ વિકાસ સમિતિના સભ્યોનું કહેવું છે કે, જો નદીઓની સફાઈ અને ઊંડાણનું કામ ચોમાસા પહેલાં નહીં થાય, તો રૂ. 139 કરોડનું નુકસાન થવાની શક્યતા છે.
નદીઓનું ઊંડાણ: શા માટે જરૂરી?
ઘેડ વિસ્તારમાંથી પસાર થતી 21 નદીઓની સ્થિતિ એટલી બદતર છે કે, તેમની છીછરી સપાટીને કારણે વરસાદી પાણી દરિયા સુધી પહોંચતું નથી. નદીઓની સફાઈ અને ઊંડાણ કરવામાં આવે તો પાણી સીધું દરિયામાં વહી જશે, જેનાથી ખેતરો અને ગામડાઓમાં પૂરની સ્થિતિ ઘટશે. પરંતુ, આ કામ ચોમાસા પહેલાં પૂર્ણ થવું જરૂરી છે, નહીં તો ફરી એકવાર ઘેડ જળબંબાકાર બની જશે.
ઘેડવાસીઓની માગણી: પારદર્શિતા અને ઝડપી અમલ
ઘેડવાસીઓનું કહેવું છે કે, સરકારે ફાળવેલા નાણાંનો ઉપયોગ નદીઓના ઊંડાણ, સફાઈ અને પાણીના નિકાલની વ્યવસ્થા માટે થવો જોઈએ. આ ઉપરાંત, વિકાસના કામોનો સ્પષ્ટ નકશો જાહેર કરવો જોઈએ, જેથી લોકોને ખબર પડે કે નાણાં કેવી રીતે ખર્ચાશે. ચોમાસાની શરૂઆત પહેલાં આ કામો પૂર્ણ થાય તો જ ઘેડ વિસ્તાર પૂરની આફતથી બચી શકશે.
ઘેડ વિસ્તારના લોકોની લડતે એક મહત્વનો વિજય મેળવ્યો છે, પરંતુ હજુ ઘણું કામ બાકી છે. રૂ. 1415 કરોડની ફાળવણી એ માત્ર એક શરૂઆત છે. જો સરકાર નદીઓના ઊંડાણ, પાણીના નિકાલની વ્યવસ્થા અને પારદર્શક આયોજન પર ધ્યાન આપશે, તો ઘેડ વિસ્તાર ચોમાસામાં જળબંબાકારની આફતથી મુક્ત થઈ શકે છે. ખેડૂતોની મહેનત અને લોકોની આશાઓને સાચી દિશા આપવાનો સમય આવી ગયો છે. હવે બસ, કામ શરૂ થાય!તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.