બાત નિકલી હૈ તો દૂર તક જાયેગી--ઇસુદાન ગઢવી
નકલી ED મામલે ગરમાયું ગુજરાતનું રાજકારણ

બાત નિકલી હૈ તો દૂર તક જાયેગી--ઇસુદાન ગઢવી

બાત નિકલી હૈ તો દૂર તક જાયેગી--ઇસુદાન ગઢવી
કચ્છમાંથી નકલી ED અધિકારીઓ પકડાવાના મામલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી તથા તેના નેતાઓ પર લગાવેલા ગંભીર આરોપો બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ મેદાનમાં આવી ગયા છે. નકલી ED મામલે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ઇસુદાન ગઢવીએ ભાજપના સાંસદ અને પોલીસ સાથેનો આરોપીનો ફોટો ટ્વિટ કરીને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સવાલો કર્યા હતા અને કહ્યું કે બાત નિકલી હૈ તો દૂર તક જાયેગી. ઉપરાંત આપ નેતા ગોપાલ ઇટાલિયાએ પણ હર્ષ સંઘવીને આ મામલે ખુલ્લી ચર્ચા કરવા પડકાર ફેંક્યો છે. જે વ્યક્તિની ધરપકડ થઈ છે તેના ભાજપના સાંસદ, ભાજપના સંગઠનના નેતા સહિત આઇપીએસ અધિકારી સહિત અનેક પોલીસ અધિકારીઓ સાથે પણ ફોટાઓ છે તેવો આરોપ ઇસુદાને લગાવ્યો હતો.
નકલી ED મામલે ફરી ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરી હર્ષ સંઘવીને સવાલ કર્યા છે. ઈસુદાન ગઢવીએ ભાજપના સાંસદ અને પોલીસ સાથેનો આરોપીનો ફોટો ટ્વીટ કરી સંઘવીને સવાલો કર્યા છે અને આરોપીના ભાજપના સાંસદ સાથે શું સબંધ છે એ હર્ષ સંઘવી ખુલાસો આપે તેમ જણાવ્યું છે. તેમણે કટાક્ષ કર્યો હતો કે બાત નિકલી હૈ તો દૂર તક જાયેગી, ગૃહમંત્રી ટ્વિટ કરીને આમ આદમી પાર્ટીને બદનામ કરીને ભાગી શકે નહીં તેમ જણાવીને ઇસુદાને કહ્યું કે ગૃહમંત્રી ખુલ્લી ડેબિટની ચેલેન્જ સ્વીકારે અથવા પાકા પુરાવા લઈને આવે. બળાત્કારીઓ, નકલી ટોલનાકા ચલાવનાર અને પોંઝી સ્કીમ ચલાવનાર લોકો ભાજપ સાથે જોડાયેલ હોય છે તેવો આરોપ પણ ઈસુદાન ગઢવીએ લગાવ્યો હતો
બીજી તરફ આપ નેતા ગોપાલ ઇટાલિયાએ પણ વીડિયો જાહેર કરીને આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપની ટોળકીએ ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે જે વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં નથી પરંતુ જેલમાં છે તેણે કઈ રીતે આજે કે ગઈકાલે કોઈ કબુલાત કરી?: ઇટાલિયાએ એમ પણ કહ્યું કે દસ દિવસ પહેલા પકડાયેલ નકલી EDના માણસ વિશે આજે ગૃહ મંત્રીને જાણકારી મળે છે કે તે વ્યક્તિએ એસપી, ભાજપ અને આપને પૈસા આપ્યા છે. તેમણે પડકાર ફેંક્યો હતો કે ગૃહમંત્રી ભાગે નહીં, મારી સાથે ખુલ્લી ડિબેટ કરે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ