જો બ્રિજેશ જીવિત છે તો પેલો મૃતદેહ કોનો?
મમ્મી હું જીવું છું' બેસણાંના બીજા દિવસે યુવાન ઘરે આવ્યો, તો પછી અંતિમ સંસ્કાર કોના કર્યા?

જો બ્રિજેશ જીવિત છે તો પેલો મૃતદેહ કોનો?

જો બ્રિજેશ જીવિત છે તો પેલો મૃતદેહ કોનો?
અમદાવાદના નરોડા ખાતે રહેતી વ્યક્તિ ઘરે જાણ કર્યા વિના ગુમ થઈ ગઈ હતી. એને લઇને પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી એક વ્યક્તિની લાશ મળી હતી, જેથી આ પરિવારે લાશ પોતાના દીકરાની હોવાનું માની તેના અંતિમસંસ્કાર કરી દીધા હતા અને બેસણું પણ કરી દીધું હતું. જોકે બીજા દિવસે આ વ્યક્તિ ઘરે આવતાં સૌકોઈ ચોંકી ઊઠ્યા હતા.
આ ઘટના અંગે વિસ્તારથી વાત કરીએ તો વિજાપુરમાં રહેતા સુથાર પરિવારનો પુત્ર બ્રિજેશ જે હાલ અમદાવાદના નરોડામાં રહીને શેરબજારનો વ્યવસાય કરતો હતો. તે 27 ઓક્ટોબરના દિવસે ઘરે કોઈને જાણ કર્યા વિના ક્યાંય જતાં રહ્યા હતો ત્યારે પરિવારજનોએ નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં બ્રિજેશના પરિવારને ઓળખ કરવા જાણ કરતાં પરિવાર અમદાવાદ દોડી આવ્યો હતો અને મૃતદેહ જોઈ આ વ્યક્તિ પોતાનો જ દીકરો હોવાની ઓળખ કરી મૃતદેહ ઘરે લાવી તેના અંતિમસંસ્કાર કરી દીધા હતા.
આ બાદ પરિવારે વિજાપુરમાં 14 નવેમ્બરના દિવસે બ્રિજેશ સુથારનું બેસણું રાખ્યું હતું, જોકે 15 નવેમ્બરના રોજ ગુમ થયેલો બ્રિજેશ સુથાર ઘરે પાછો આવતાં સૌકોઈ ચોકી ઊઠ્યા હતા. બ્રિજેશને જોતાં અગ્નિસંસ્કાર કોના કર્યા એ અંગે હાલમાં પરિવાર પણ વિચારમાં મુકાયો છે.
સમગ્ર કિસ્સામાં પોલીસની ભૂલ કહો કે પછી લાશની ઓળખવિધિ કરનારાં પરિવારજનોની, પરંતુ હાલ તો સુથાર પરિવાર દ્વારા જે મૃતદેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા એ કોની લાશ હતી તે યક્ષ પ્રશ્ન ઊભો થયો છે. બીજી તરફ, સમગ્ર મામલે જ્યારે બેનેફીટ ન્યુજ દ્વારા નરોડા પોલીસ મથક અને સાબરમતી પોલીસ સ્ટેશને તપાસ કરવામાં આવી ત્યારે પોલીસના અધિકારીઓ દ્વારા વાતો ગોળ ગોળ ફેરવવામાં આવી અને સંતોષ કારક જવાબ નથી આપ્યો. ત્યારે હવે પોલીસે પણ અંતિમસંસ્કાર કોના થયા તેની તપાસ શરૂ કરી છે. પણ અનુમાન પર મૃતદેહ ના આપી શકાય અને અનુમાનના આધારે કઈ રીતે ઓળખવિધિ પુરી કરી દેવામાં આવી. જ્યારે યુવક બ્રિજેશ સુથારની માતા પણ સ્વીકારી રહ્યાં છે કે આમાં પોલીસવાળાઓની અને અમારા જમાઈઓની બધાની ભૂલ થઈ છે. આ ઘટનાને લઇ પરિવાર પણ મૂંઝવણમાં મુકાઇ ગયો છે ગુમ થયા બાદ જીવિત ઘરે પરત આવેલા યુવક બ્રિજેશ સુથારની માતાએ જણાવ્યું હતું કે 27 તારીખે જમ્યા બાદ ઘરેથી નીકળ્યા પછી તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. બે દિવસ બાદ જમાઈને વાત કર્યા પછી નરોડા પોલીસને જાણ કરી હતી. કેટલાક દિવસ શોધખોળ બાદ તે ન મળતાં એફઆઈઆર કરાવી હતી. 10 તારીખે પોલીસનો ફોન આવતાં પોલીસે મારા દિયર અને જમાઇઓને ફૂલી ગયેલી બોડી બતાવતાં મારા દિયર અને જમાઇઓએ ધારણા કરી લીધી હતી કે આ બ્રિજેશની જ લાશ છે. ત્યાર બાદ તેના અંતિમસંસ્કાર કરી દીધા હતા અને તેનું 14મીએ બેસણું રાખ્યું હતું. એના બીજા દિવસે એટલે 15મીએ બ્રિજેશ ઘરે આવ્યો હતો. આમાં પોલીસવાળાઓની અને અમારા જમાઈઓની બધાની ભૂલ થઈ છે.
પણ ખરેખર જો જોવા જઈએ તો આમા ભુલ કોની? પરિવારની કે પોલીસની કે જે માણસ જાણ કર્યા વગર જતો રહ્યો તેની સવાલ બહુ બધા ઉભા થઈ રહ્યા છે કે ત્યારે બેનેફીટ ન્યુજ પ્રયત્નો કરી રહી છે તમામ ઘટના વિશેનું સત્ય જાણવાનો, આખરે સવાલ એજ કે મૃતદેહ કોનો,
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ