કેવી રીતે ભણશે ગુજરાત : ગુજરાતમાં બે વર્ષમાં 56 સરકારી પ્રાથમિક શાળાઓ બંધ
બાળકોની ઓછી સંખ્યા હોવાનું કારણ આપી બંધ કરાઈ હોવાનો સરકારનો સ્વીકાર

વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાના કારણે નાના ગામડાની શાળાઓ બંધ કરાતાં શિક્ષણની સ્થિતિ કથળી

વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાના કારણે નાના ગામડાની શાળાઓ બંધ કરાતાં શિક્ષણની સ્થિતિ કથળી
સુરેશ વણોલ, અમદાવાદ
રાજ્ય સરકાર ‘ભણે ગુજરાત’ જેવા સૂત્રો આપી ગુણવત્તાયુક્ત શિક્ષણના બણગા ફૂંકતી હોય છે. ત્યારે છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં 56 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી હોવાનો ખુદ રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પૂછેલાં પ્રશ્નનો ઉત્તર આપતાં શિક્ષણ મંત્રીએ જિલ્લા વાર બંધ થયેલી સરકારી શાળાની વિગતો વિધાનસભામાં રજૂ કરી હતી. જેમાં તેઓએ બાળકોની ઓછી સંખ્યા અને શૂન્ય સંખ્યાના કારણે બંધ કરવામાં આવી હોવાનું કારણ આપ્યું છે.
છેલ્લાં પાંચ વર્ષથી સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધરી છે. ખાનગી શાળાઓની ફીમાં સતત વધારો થતાં ખાનગી શાળામાં શિક્ષણનો મોહ ઓછો થયો છે. મોંઘવારી વધતાં તેમજ આવક ઘટતાં વાલીઓ બાળકોને સરકારી શાળાઓમાં મૂકવાનું પસંદ કરી રહ્યા છે. તેવા સમયે રાજ્ય સરકારે છેલ્લાં પાંચ વર્ષથી સરકારી શાળાઓ બંધ કરી રહી છે.
ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્રમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે 25-02-2025ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં કયાં જિલ્લામાં કેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવી અને તેના શું કારણો છે તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપતા શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં 56 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય હોવાથી અથવા પૂરતી સંખ્યા ન હોવાના કારણે બંધ કરવામાં આવી હોવાનું કારણ આપવામાં આવ્યું હતું.
શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ કે, અમરેલીમાં 6, અરવલ્લીમાં 7, ભાવનગરમાં 1, છોટાઉદેપુરમાં 3, ડાંગમાં 1, દેવભૂમિ દ્વારકામાં 9, ગીર સોમનાથમાં 1, જામનગરમાં 2, જૂનાગઢમાં 4, ખેડામાં 2, કચ્છમાં 3, મહેસાણામાં 1, નવસારીમાં 2, પંચમહાલમાં 1, પોરબંદરમાં 6, રાજકોટમાં 3, સુરતમાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 સરકારી પ્રાથમિક શાળા બંધ કરવામાં આવી છે.
સરકારી શાળાઓમાં અપાતા શિક્ષણની ગુણવત્તા પર અગાઉ સવાલ ઉભા થતાં હતા. પરંતુ, છેલ્લાં પાંચ વર્ષથી શિક્ષણની ગુણવત્તા સુધરી છે. તેમ છતાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા માતા-પિતા બાળકને સરકારી શાળામાં ભણવા મૂકતા નથી. તેઓ દેવું કરીને પણ પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાં ભણવા મૂકવાનું વધારે પસંદ કરી રહ્યા છે. અંતરિયાળ વિસ્તારોમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના બાળકો માટે સરકારી શાળા એકમાત્ર વિકલ્પ હોય છે. તેવામાં સરકારી શાળાઓ બંધ થતાં તેવા બાળકો શિક્ષણ કેવી રીતે મેળવશે તેવા સવાલ ઉઠી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.