Ahmedabad : ગૌ હત્યાના કેસમાં સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો, આરોપીઓને 7 વર્ષની સજા
ગુજરાતમાં ગૌ રક્ષાને લઈને સરકારે અપનાવ્યું કડક વલણ...

ગૌ માતાની રક્ષા માટે કોઈ છૂટછાટ નહીં...

ગૌ માતાની રક્ષા માટે કોઈ છૂટછાટ નહીં...
ગુજરાતમાં ગૌ રક્ષાને લઈને સરકારની પ્રતિબદ્ધતા એક વખત ફરીથી મજબૂત બની છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે રાજ્યમાં ગૌ રક્ષાને લઈને કરાયેલા પગલાં વિશે માહિતી આપી.
7 વર્ષની કાયદેસર સજા...
વર્ષ 2023 માં સરદારનગર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેમાં પશુ સંરક્ષણ અધિનિયમ 1954 તેમજ ધ પ્રિવેશન ઓફ ક્રૂઅલ્ટી એનિમલ એક્ટની કલમ અંતર્ગત આરોપી ઇમરાન શેખ તેમજ મોશીન શેખ સામે ગુનો નોંધાયો હતો. સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી છે. તેમજ બન્ને આરોપીઓને રૂપિયા 1 લાખ દંડ ફટકારવામાં આવ્યો છે. અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌ હત્યારાઓ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, ગૌ માતાની હત્યા કરનારાઓને કડક સજા થઈ રહી છે. ગુનેગારોને પકડી ભૂલી જવાનું એ કામ સરકારનું નથી. ગુનેગારોને પકડી તેમની પાછળ પડી સજા અપાવવાનું કામ સરકાર અને પોલીસનું છે.
ગૌ રક્ષા માટે કડક વલણ...
હર્ષ સંઘવીએ તેમના સંદેશમાં સ્પષ્ટ કર્યું કે, ગુજરાત માત્ર ગૌ હત્યા કરનારા આરોપીઓની ધરપકડ કરવામાં મર્યાદિત નથી, પરંતુ આરોપીઓને કાનૂની રીતે સજા થાય તે માટે સક્રિય પ્રયાસ કરે છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, "અમારા માટે ગૌ રક્ષા માત્ર એક દાવો નથી, પણ સંકલ્પ છે." "ગુજરાતમાં અમે ફક્ત ગૌ હત્યારાઓને પકડીને જ નથી સંતોષાતા, પરંતુ તેમને કાયદેસર સજા મળે ત્યાં સુધી લડત આપીએ છીએ."
સમાજની પ્રતિક્રિયા...
સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ઝડપથી વાઈરલ થઈ રહી છે અને ઘણા લોકો તેને રાજ્યની સખત ગૌ રક્ષા નીતિ તરીકે જોઈ રહ્યા છે. અનેક સમર્થકોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને તેને ન્યાય માટે મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. ગુજરાતમાં ગૌ રક્ષા માટે આવી પગલીઓથી સરકારની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનશે અને આવા ગુનાઓને રોકવા માટે કડક સંદેશ મોકલાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.