રંગોનો તહેવાર હોળી ધૂળેટી હવે નજીક છે અને ફાગણ સુદ પૂનમના દિવસે લાખો ભાવિકો અંબાજી, ડાકોર, શામળાજી તથા દ્વારકા અને સોમનાથ તથા ચોટિલા અને પાવાગઢ મંદિરોમાં પહોંચીને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ફાગણ સુદ પુનમના દિવસે સાંજે પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રગટાવાતી હોળીનું ભક્તો માટે ખાસ મહત્વ હોય છે. માઇભક્તો હોળીના દર્શન કરવાની સાથે માતાજીના અને ગબ્બરના દર્શન કરીને ધ્યનતા અનુભવે છે. આ વર્ષે ફાગણ સુદ પૂનમ બે ભાગમાં વહેંચાયેલી હોવાથી ભક્તોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. તેથી અંબાજી મંદિર તરફથી હોળિકા દહન ક્યારે કરાશે તેની માહિતી આપવામાં આવી છે. મળેલી માહિતી પ્રમાણે ફાગણ સુદ પૂનમ 14 માર્ચે હોવા છતા અંબાજીમાં હોલિકા દહન 13 માર્ચે કરાશે. ફાગણ સુદ પૂનમ 13 તારીખે બપોરે શરૂ થઈ, 14 તારીખે બપોરે પૂર્ણ થશે. હોલિકા દહન સાંજે થતી હોવાથી 13 માર્ચે હોલિકા દહન થશે. હોલિકા દહન બાદ અંબાજી મંદિરમાં સાંજની આરતી થશે. અંબાજી માં નિયમિત પૂનમ ભરનારા શ્રદ્ધાળુઓ માટે 14 માર્ચની પૂનમ માન્ય રહેશે.
સામાન્ય રીતે હોળી ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે જો કે આ વખતે 2 દિવસ પૂનમ હોવાથી લોકોમાં મૂંઝવણ જોવા મળતી હતી. 13 અને 14 માર્ચ આમ બે દિવસ પૂનમ છે. જેમાં ફાગણ સુદ પુર્ણીમા 13 માર્ચે સવારે 10.35 પુનમ પ્રારંભ થઈ રહી છે, ને બીજા દિવસ તા.14 માર્ચે બપોરે 12.23 કલાકે પુનમ પુર્ણ થશે. હોળીના દિવસે હોળીકા દહન સંધ્યાકાળે પ્રગટાવવામાં આવતી હોવાથી આ વખતે અંબાજીમાં હોળી ફાગણ સુદ પુર્ણીમાનાં આગલા દિવસે 13 માર્ચે સાંજ નાં 07.00 કલાકે પ્રગટાવવામાં આવશે. સાથે અંબાજી મંદિર માં સાંજે 06.30 કલાકે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ જ કરવામાં આવશે. જ્યારે અંબાજી મંદિર પુનમની આરતી 14 મી માર્ચે સવારે 6.00 કલાકે કરવામાં આવશે. આમ આ વખતે અંબાજી આવતા યાત્રિકોના બે પુનમની આરતીનો લાભ મળશે અને વ્રતની પુનમ તેમજ જે અંબાજી મંદિરમાં પુનમ ભરવા આવનારા માટે પુનમ 14 મી માર્ચે ગણાશે.