હીટ એન્ડ રન: નારોલ-વિશાલા બ્રિજ પર 24 વર્ષીય યુવતીનું ઘટના સ્થળે મોત
અજાણ્યા વાહને ટક્કર મારતાં યુવતીને માથામાં ગંભીર ઈજા થઈ, અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી, પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી

નારોલ-વિશાલા બ્રિજ પર 24 વર્ષીય યુવતીનું ઘટના સ્થળે મોત

નારોલ-વિશાલા બ્રિજ પર 24 વર્ષીય યુવતીનું ઘટના સ્થળે મોત
અમદાવાદ: નારોલથી વિશાલા તરફ જતાં બ્રિજના છેડે 24 વર્ષીય ભાવિ મોદી નામની યુવતી એક્ટિવા પર જઈ રહી હતી, ત્યારે એક અજાણ્યા વાહનચાલકે તેને ટક્કર મારી દીધી. ટક્કર લાગતાં તે જમીન પર પટકાઈ ગઈ અને માથામાં ગંભીર ઈજા થઈ, જેના કારણે યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું.
આ દુર્ઘટના બાદ, સ્થાનિક ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવી, અને તેઓ તરત જ સ્થળ પર પહોંચી ગયા. યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસ સીસીટીવી ફૂટેજની મદદથી અજાણ્યા વાહનચાલકની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભાજપના વોર્ડ નંબર 27ના વોટ્સએપ ગ્રુપમાં ₹19 લાખના કથિત તોડકાંડની ચેટથી સુરતમાં રાજકીય ગરમાવો! AAP પહોંચી ACB અને કરી નિષ્પક્ષ તપાસની માંગ.

ઘરમાંથી 2.174 કિલો ગાંજો અને ₹53.51 લાખ રોકડા મળ્યા... હવે અમદાવાદના સરખેજમાં ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા ત્રણ મકાનો પર બુલડોઝર એક્શન!

સુરતીઓ માટે ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટને લઈને મોટા સમાચાર! હવે 40થી 50 દિવસના લાંબા વેઇટિંગ વચ્ચે પણ મળશે મોટી રાહત.