અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશન અટકાવવા કરેલી અરજી હાઈકોર્ટે ફગાવી
18 અરજદારોએ ડિમોલિશન ઉપર સ્ટે મૂકવા કરી હતી અરજીઃ નિયમ વિરૂદ્ધ કામગીરીનો દાવો

જાહેર રજા હોવા છતાં હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી ડિમોલિશન પર સ્ટે મૂકવાનો ઈન્કાર કર્યો

જાહેર રજા હોવા છતાં હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી ડિમોલિશન પર સ્ટે મૂકવાનો ઈન્કાર કર્યો
અમદાવાદના ચંડોળા તળાવમાં રહેતાં ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડ્યા બાદ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. ડિમોલિશનની કાર્યવાહી ઉપર સ્ટે મૂકવા 18 અરજદારોએ હાઈકોર્ટમાં દાદ માગી હતી. હાઈકોર્ટે જાહેર રજા હોવા છતાં સુનાવણી હાથ ધરીને તમામ અરજદારોની અરજી ફગાવી દીધી છે. તેથી ચંડોળા તળાવની ડિમોલિશન કામગીરી હવે ચાલુ રહેશે.
ચંડોળા તળાવમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો ગેરકાયદે ઝુંપડા તેમજ મકાન બનાવીને વસવાટ કરી રહ્યા છે. પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાની અને ગેરકાયદે બાંગ્લાદેશીઓને તગેડી મૂકવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ડિમોલિશન ઓપરેશન અંતર્ગત અમદાવાદના ચંડોળા તળાવમાં રહેતા બાંગ્લાદેશીઓના ગેરકાયદે મકાનો તોડવાની મંગળવારે વહેલી સવારથી કામગીરી હાથ ધરાઈ હતી. વહેલી સવારથી 74 JCB, 200 ટ્રક, 2 હજાર પોલીસ જવાનો, 1,800 મનપાના કર્મચારીઓ કામગીરીમાં જોડાયા હતા.
ડિમોલિશન કાર્યવાહી મુદ્દે 18 જેટલાં અરજદારોએ સ્ટે મૂકવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જાહેર રજા હોવાથી અરજદારોએ તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી. અરજીમાં ડિમોલિશન મુદ્દે અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા હતાં. નિયમ વિરૂદ્ધ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
અહીં રહેતા લોકો બાંગ્લાદેશી નથી અને ખોટી રીતે મકાન તોડી પાડવામાં આવી રહ્યા હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો હતો. આ ઉપરાંત ગેરકાયદે વિદેશી બાબતનો નિર્ણય ફોરેન ટ્રિબ્યૂનલ નક્કી કરતું હોવાથી કાર્યવાહીના ભાગરૂપે ગેરકાયદે ઘર તોડી ન શકાય તેવા સવાલ કરી નોટિસ વગર તેમજ પુનર્વસનની કોઈ વાત કરવામાં નહી આવી હોવાનો અરજીમાં દાવો કર્યો હતો.
અરજદારોએ કરેલી અરજીના પગલે રાજ્ય સરકારે પણ પૂરતી તૈયારી કરી લીધી હતી. રાજ્ય સરકાર તરફથી કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં પક્ષ રજૂ કર્યો હતો. બંને પક્ષોની સુનાવણી બાદ હાઈકોર્ટે તમામ અરજદારોને અરજી ફગાવી દઈને ડિમોલિશન પર સ્ટે મૂકવાનો ઈનકાર કર્યો હતો. તેથી ચંડોળા તળાવની ડિમોલિશન કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં પહોંચી પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં DGP વિકાસ સહાય, અમદાવાદ CP જી.એસ.મલિક, ક્રાઇમ બ્રાન્ચના DCP અજિત રાજ્યાણ અને DCP સફીન હસન, સ્પેશિયલ બ્રાન્ચના JCP વિધિ ચૌધરી, એએમસી કમિશનર બંછાનિધિ પાની જોડાયા હતા. બેઠકમાં હર્ષ સંઘવીએ મેગા ડિમોલિશન કામગીરીની સમીક્ષા કરી હતી.
મહત્વપૂર્ણ છે કે, ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓએ ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ બનાવી લીધી છે. છેલ્લા 14 વર્ષમાં અહીં આશરે દોઢ લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર દબાણ કરાયું છે. પોલીસે અહીંથી 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.