ઍરપોર્ટ પર હાઈ-ઍલર્ટ, મુસાફરો માટે એડવાઈઝરી જારી
અમદાવાદ એરપોર્ટ પર હાઈ-એલર્ટ અને ખરાબ હવામાનને કારણે મુસાફરોને વહેલા પહોંચવા તાકીદ કરાઈ

અમદાવાદ ઍરપોર્ટ

અમદાવાદ ઍરપોર્ટ
આગામી 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય ઉજવણીને ધ્યાનમાં રાખીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા અમદાવાદ ઍરપોર્ટ પર હાઈ-ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે 26થી 31 જાન્યુઆરી સુધી અમલી રહેશે. આ સમયગાળા દરમિયાન મુસાફરોની અને તેમના સામાનની સુરક્ષા તપાસમાં વધુ સમય લાગી શકે તેમ હોવાથી, તમામ એરલાઈન્સ અને એરપોર્ટ સત્તાધીશો દ્વારા મુસાફરોને તેમની નિર્ધારિત ફ્લાઈટના સમયના ઓછામાં ઓછા 3 કલાક પહેલા ઍરપોર્ટ પર પહોંચી જવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.
ફ્લાઈટના શિડ્યુલમાં ફેરફારની શક્યતા
અમદાવાદ ઍરપોર્ટ પર સુરક્ષાના કડક અમલીકરણ માટે તમામ મુસાફરોના સામાનનું ડબલ ચેકિંગ કરવામાં આવશે. એરલાઈન્સ દ્વારા જારી કરવામાં આવેલી નવી ગાઈડલાઇન મુજબ, મુસાફરો ચેક-ઈન બેગેજ સિવાય પોતાની સાથે માત્ર 7 કિલો વજનની એક જ હેન્ડબેગ રાખી શકશે. આ ઉપરાંત, સમયપાલન જાળવવા માટે ચેક-ઈન કાઉન્ટર્સ ફ્લાઇટ ઉપડવાના 60 મિનિટ પહેલા અને બોર્ડિંગ ગેટ 25 મિનિટ પહેલા અનિવાર્યપણે બંધ કરી દેવામાં આવશે. દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસના રિહર્સલને પગલે હવાઈ માર્ગો પરના નિયંત્રણોને કારણે ફ્લાઈટના શિડ્યુલમાં ફેરફાર અથવા વિલંબ થવાની શક્યતા પણ વર્તાઈ રહી છે.
અકાસા અને ઇન્ડિગો જેવી ફ્લાઈટ્સ મોડી પડી
સુરક્ષાની સાથે સાથે આજે અમદાવાદમાં વાતાવરણમાં આવેલા પલટાએ પણ મુસાફરોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. વાદળછાયા વાતાવરણ અને ઓછી વિઝિબિલિટીને કારણે અમદાવાદ ઍરપોર્ટ પરથી ઓપરેટ થતી કુલ 10 જેટલી ફ્લાઈટ્સ મોડી પડી છે. ખાસ કરીને આજે 23 જાન્યુઆરીએ સ્ટાર એર, અકાસા એર, ઈન્ડિગો અને એર ઈન્ડિયા જેવી ફ્લાઈટ્સના આગમનમાં વિલંબ નોંધાયો છે. તેવી જ રીતે ઉપડવામાં પણ સ્ટાર એર, અકાસા અને ઇન્ડિગો જેવી ફ્લાઈટ્સ મોડી પડી છે.
મુસાફરોએ ધૈર્ય રાખવું આવશ્યક
અમદાવાદ ઍરપોર્ટ પર મુસાફરોને કોઈ હાલાકી ન પડે તે માટે સત્તાધીશોએ અપીલ કરી છે કે, તેઓ ઘરેથી નીકળતા પહેલા સંબંધિત એરલાઈન પાસેથી ફ્લાઈટના લેટેસ્ટ સ્ટેટસ જાણી લે. 26 જાન્યુઆરીની રાષ્ટ્રીય સુરક્ષાને અગ્રિમતા આપીને મુસાફરોને એરપોર્ટ સ્ટાફ સાથે સહયોગ કરવા અને અંતિમ ઘડીનો ધસારો ટાળવા માટે વહેલા પહોંચવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે. વારંવાર બદલાતા હવામાન અને સઘન ચેકિંગને કારણે અમદાવાદ ઍરપોર્ટ પર મુસાફરોએ ધૈર્ય રાખવું અત્યંત આવશ્યક છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.