3 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
નવરાત્રિના રંગમાં ભંગની શક્યતા
ભારે વરસાદની આગાહી
ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં 7 સપ્ટેમ્બર, 2025 સુધી વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 3 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે, જેના કારણે અમુક જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી વરસાદનું કારણ અપર એર સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમનું સક્રિય થવું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. આના પરિણામે દક્ષિણ ગુજરાતના માછીમારોને આજે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
નવરાત્રિ પર વરસાદનો ખતરોનવરાત્રિના તહેવારની તૈયારી કરી રહેલા ખેલૈયાઓ માટે હવામાન વિભાગે ચિંતાજનક સમાચાર આપ્યા છે. સપ્ટેમ્બર મહિનાની આગાહી મુજબ, 23 સપ્ટેમ્બરથી બંગાળની ખાડી અને અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે છે, જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જો આ આગાહી સાચી પડશે તો નવરાત્રિના ઉત્સવમાં વરસાદ ખલેલ પહોંચાડી શકે છે. ખેલૈયાઓએ વરસાદી માહોલમાં ગરબે ઘૂમવાની ફરજ પડી શકે છે, જેના કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આવી સ્થિતિમાં ગરબા આયોજકોને વરસાદથી બચવા માટે વોટરપ્રૂફ મંડપો અને અન્ય વ્યવસ્થાઓ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. ખેલૈયાઓને પણ વરસાદમાં ગરબે ઘૂમવા માટે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો