ગુજરાતમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી
હવામાન વિભાગે આજથી રાજ્યમાં આગામી ત્રણ દિવસ હિટવેવની આગાહી કરી છે.

રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવ

રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવ
હવામાન વિભાગે આજથી રાજ્યમાં આગામી ત્રણ દિવસ હિટવેવની આગાહી કરી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં હિટવેવની સંભાવના છે. રાજકોટનું તાપમાન માર્ચ મહિનામાં જ 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જેમાં 41.1 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું. ભુજમાં 40.4 ડિગ્રી, નલિયા અને ગાંધીનગરમાં 39.4 ડિગ્રી, અને અમદાવાદમાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.જ્યારે ગોવા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનો પ્રભાવ વધારે જોવા મળી શકે છે.
આજે તાપમાન 40 ડિગ્રીને પાર જવાની સંભાવના છે. પૂર્વ રાજસ્થાન, ઉત્તર પૂર્વ ભારત, તમિલનાડુ, પુડુચેરી, અને કરાઈકલમાં મહત્તમ તાપમાનમાં 1-3 ડિગ્રીની ઘટતી જોવા મળી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવા જઈ રહ્યો છે, જેની અસર આગામી દિવસોમાં અનુભવાઈ શકે છે.
હવામાન વિભાગે 10 માર્ચ માટે દિલ્લીમાં હળવા વાદળો અને 14 માર્ચ સુધી ભારે પવનની આગાહી કરી છે. પવનના કારણે, લોકો માટે મુશ્કેલીઓ વધી શકે છે. આ સાથે જ, 10 માર્ચે જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા અને વરસાદની પણ શક્યતા છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 11 માર્ચે, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આસામ માટે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.