આરોગ્ય મંત્રી આકરા પાણીએઃ આરોગ્ય કર્મચારીઓને હડતાળ મુદ્દે આપ્યું અલ્ટીમેટમ
આવતીકાલ સુધી ફરજ ઉપર હાજર નહી થાય તો કાર્યવાહી કરવાની આપી ચેતવણી

12 હજાર કર્મચારીઓ ફરજ ઉપર જોડાયાઃ 5 હજાર કર્મચારીઓ હજુ પણ હડતાળ ઉપર

12 હજાર કર્મચારીઓ ફરજ ઉપર જોડાયાઃ 5 હજાર કર્મચારીઓ હજુ પણ હડતાળ ઉપર
રાજ્યના પંચાયત સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ પડતર માગણીઓને લઈ 16 દિવસથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર છે. આરોગ્ય સેવાને ધ્યાનમાં રાખી એસ્મા લગાવી, નોટિસ પાઠવી કડક વલણ અપનાવ્યું હોવા છતાં હજુ પણ 5 હજાર કર્મચારીઓ ફરજ ઉપર પરત ફર્યા નથી. તેથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આવતીકાલ સુધીમાં તમામ કર્મચારીઓને ફરજ ઉપર હાજર થતાં અલ્ટીમેટમ આપ્યું છે. આવતીકાલે ફરજ ઉપર હાજર નહી થાય તો કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
પંચાયત સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ પડતર માગણીઓને લઈ 16 દિવસથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગયાછે. ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમો આપીને આંદોલન છેડતાં સરકારે એસ્મા કાયદો લાગુ કર્યો હતો. જો કે, એસ્મા કાયદાની ઐસી તૈસી કરીને કર્મચારીઓએ હડતાળ ચાલુ રાખી છે. ત્યારબાદ આરોગ્ય વિભાગે જિલ્લા આરોગ્ય અધિકારીઓ મારફતે નોટિસ પાઠવી ફરજ મોકૂફ કરવાની ચીમકી આપી ફરજ ઉપર હાજર થવા સૂચના આપી હતી. તેના પગલે 10 થી 12 હજાર કર્મચારીઓ ફરજ પર જોડાઈ ગયા છે. હજુ પણ 5 હજાર કર્મચારીઓ હડતાળ ઉપર છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આંદોલનકારીઓની મુખ્ય માગ ગ્રેડ-પે સુધારવાની છે. સાત જેટલી અલગ-અલગ કેડરોને અસર કરે છે. સરકારની સંકલિત નીતિના ભાગરૂપે માત્ર એક વિભાગ માટે માગણી સ્વીકારવી શક્ય નથી. આંદોલનકારીઓએ સરકાર સાથે વાટાઘાટો કરી સમાધાન શોધવું પડશે અને ફરજ પર હાજર થવું પડશે.
તેમણે ઉમેર્યુ કે, સરકાર દ્વારા આંદોલનકારીઓના જિલ્લા પ્રમુખો સાથે વાતચીત શરૂ કરાઈ છે. જેથી હડતાળ પૂર્ણ થાય અને તેઓ પુનઃ ફરજ પર હાજર થાય. તેમની નોકરીઓને ખતરામાં મૂક્યા વિના હડતાળ સમેટવા માટે સહાનુભૂતિપૂર્વક વિચાર કરવામાં આવશે. 3 એપ્રિલ બાદ ફરજ ઉપર હાજર નહીં થનાર કર્મચારીઓ વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આરોગ્ય કર્મચારીઓએ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે. ટેકનિકલ કૌશલ્ય આધારિત પગાર ધોરણ લાગુ કરવા, ખાતાકીય પરીક્ષાઓ રદ કરવાના મુખ્ય મુદ્દા છે. સરકાર દ્વારા એસ્મા લાગુ કર્યા પછી પણ કેટલાક કર્મચારીઓ હડતાળ પર અડગ રહ્યા છે. સરકાર દ્વારા વારંવાર સમજાવવા છતાં હજુ પણ 5 હજાર જેટલા કર્મચારીઓએ હડતાળ ચાલુ રાખી છે. આવતીકાલ સુધીમાં હડતાળ સમાપ્ત નહીં થાય તો સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી કેવાં પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તેના ઉપર સૌ કોઈની નજર મંડાઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.