કુમાર કાનાણીના પત્ર બાદ આરોગ્ય વિભાગ સક્રિય
આયુષ્માન કાર્ડની મુશ્કેલી અંગે મંત્રીએ લીધી નોંધ: પ્રફુલ પાનસેરિયાએ અધિકારીઓને આપી સૂચના

કુમાર કાનાણીના લેટરથી તંત્ર દોડતુ થયું

કુમાર કાનાણીના લેટરથી તંત્ર દોડતુ થયું
લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે જાણીતા વરાછાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ તાજેતરમાં આયુષ્માન કાર્ડ મુદ્દે રાજ્યના આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે જનતાને કાર્ડ કઢાવવામાં પડતી પારાવાર મુશ્કેલીઓનો ચિતાર આપ્યો હતો, જેની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે.
પત્રમાં શું હતી મુખ્ય રજૂઆત?
કુમાર કાનાણીએ પત્ર દ્વારા જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ એવી 'PM-JAY આયુષ્માન યોજના' હેઠળ જ્યારે લોકો નવા કાર્ડ કઢાવવા અથવા જૂના કાર્ડ રિન્યુ કરાવવા જાય છે, ત્યારે તેમને ટેકનિકલ ખામીઓ કે અધિકારીઓના ઉદાસીન વલણને કારણે ધક્કા ખાવા પડે છે. હોસ્પિટલોમાં સારવાર લેતી વખતે કાર્ડ એક્ટિવ ન હોવાને કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાય છે.
આરોગ્ય મંત્રીની ત્વરિત કાર્યવાહી
આ પત્રની અસર ગણતરીના દિવસોમાં જ જોવા મળી છે. રાજ્યના આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઇ પાનસેરિયાએ આ મામલે સોશિયલ મીડિયા પર સત્તાવાર પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે, તેમણે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે. મંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે:
આયુષ્માન કાર્ડની કામગીરીમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં.
રિન્યુઅલ અને નવા કાર્ડની પ્રક્રિયાને વેગ આપીને પેન્ડિંગ કેસોનો તાત્કાલિક નિકાલ કરવો.
લોકોને પડતી વહીવટી મુશ્કેલીઓ દૂર કરવી.
પત્ર બાદ થયેલી કાર્યવાહી અંગે પ્રતિક્રિયા આપતા કુમાર કાનાણીએ ફરી એકવાર અધિકારીઓ સામે નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, "સરકાર તો જનતાના હિત માટે કામ કરવા માંગે જ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ યોગ્ય રીતે અમલીકરણ કરતા નથી, જેના કારણે સામાન્ય માણસ હેરાન થાય છે." તેમણે આશા વ્યક્ત કરી છે કે મંત્રીની આ ટકોર બાદ હવે તંત્ર સુધરશે અને લોકોના કામ સમયસર થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ