વડોદરામાં હર્ષ સંઘવીનું નિવેદન.." આજે સવારથી જ......"
વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની સમિક્ષા કરવા આવેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની સમિક્ષા કરવા આવેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની સમિક્ષા કરવા આવેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની સમિક્ષા કરવા આવેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતમાં આવેલા તમામ પાકિસ્તાનીઓને દેશ છોડવાનું અલ્ટીમેટમ અપાયેલું છે અને તે મામલે એસઓજી અને સ્થાનિક પોલીસ કાર્યવાહી કરી રહી છે. આજે સવારથી જ તમામ જિલ્લા પોલીસ આ કાર્યવાહીમાં લાગી ગઇ છે.
હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ભારત સરકાર ના નિર્ણય નું પાલન કરવું એ રાજ્ય સરકારની જવાબદારી છે અને તેથી તમામ જિલ્લાના અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે હાલ ભારતમાં પાકિસ્તાની (શરણાર્થીઓ)પીડિતોને કોઈ જાતની હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે.
તેમણે એમ પણ કહ્યું કે જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે તેમની એસઓજી અને લોકલ પોલીસ કામગીરી કરી રહી છે. અલ્ટિમેટમ બાદ જો કોઈ પાકિસ્તાની અહીં રહેશે તો જે કરવાનું થતું હશે એ કરીશું એમાં કાંઈ કહેવાનું ન હોય.
તેમણે કહ્યું કે આજે વહેલી સવારથી તમામ જિલ્લામાં પોલીસને સૂચના અપાઇ છે અને તત્કાળ આ નિર્ણયનો અમલ થઇ જવો જોઇએ. તે લોકો અલગ અલગ વિઝામાં આવેલા છે અને તેના આધારે કાર્યવાહી કરાશે. જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટીમેટમ છે તે સૌની એસઓજી પોલીસ દ્વારા દેશ છોડવા માટેની પ્રક્રિયા શરુ કરી દેવાઇ છે અને સમય મર્યાદા પહેલા મોકલી દેવાશે. જે પાકિસ્તાની પીડિત છે તેમનું ધ્યાન રખાશે. જે પાકિસ્તાનીઓને કેન્દ્ર સરકારે સમય આપ્યો છે તેના આધારે પરત મોકલી દેવાશે,
વિશ્વામિત્રી પ્રોજેક્ટ વિશે હર્ષ સંઘવીએ કહ્યું કે ગયા વર્ષે ચોમાસામાં નાગરીકોએ ભારે પૂરનો સામનો કરવો પડ્યો હતો. જેથી વિશ્વામિત્રી નદી ને ઊંડી અને પહોળી કરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરી હતી. મુખ્યમંત્રી અને રાજ્ય સરકારે લેખિતમાં તાત્કાલિક નદીનું કામ કરવા આદેશ આપ્યા છે અને આવનારા સમયમાં ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા પ્રયાસ છે. તેમણે કહ્યું કે આજે મે સાઇટ વિઝીટ કરી છે અને હવે બેઠક કરવાનો છું . 100 દિવસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા લક્ષ્યાંક છે અને લક્ષ્યાંક મુજબ કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે 45 દિવસમાં 50 ટકા કામગીરી પૂર્ણ કરી એ મોટી સફળતા છે અને 100 દિવસમાં સંપૂર્ણ કામગીરી કરનાર વડોદરા દેશ માં પહેલું શહેર બનશે તથા વરસાદ પહેલા સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે. તેઓ સિંચાઈ વિભાગ સાથે પણ આજે બેઠક યોજાશે અને સમીક્ષા બાદ સૂચનો કરાશે.
આ પણ વાંચો--- પહલગામ હુમલાના આતંકી આસિફનું ઘર ઉડાવી દેવાયુ, આદિલના ઘર ઉપર બુલડોઝર
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.