ગુજરાત વાસીઓ હવે ગરમી માટે તૈયાર રહેજો
હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે ધીમે ધીમે ગરમી પડશે

ગુજરાતવાસીઓ હવે ગરમી માટે થઇ જાઓ તૈયાર

ગુજરાતવાસીઓ હવે ગરમી માટે થઇ જાઓ તૈયાર
ગુજરાતભરમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.સવારે ઠંડીનો અહેસાસ તેમજ રાત્રે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીનો અહેસાસ શરૂ થતાંની સાથ જ હવે ઉનાળાનું આગમન થતું જણાઈ રહ્યું છે. હવામાન વિભાગે ગરમીને લઈ ફરી એકવખત આગાહી કરી છે.
ગુજરાતવાસીઓએ હવે ગરમી માટે તૈયાર રહેવું પડશે. આગામી બે દિવસ બાદ 2-3ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. 24 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.7 તો રાજકોટમાં સૌથી વધુ 36.7 ડિગ્રી નોંધાયું છે.
હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, આ વખતનો શિયાળો સામાન્યથી ઘણો સારો રહ્યો છે. શિયાળામાં જે પ્રકારે ઠંડી પડવી જોઇએ એ પ્રમાણે પડી છે. આપણા પૂર્વાનુમાન સાથે આ વખતે શિયાળો સારો જોવા મળ્યો છે. હવે ધીરે ધીરે શિયાળાની વિદાય થઇ રહી છે. મહત્વનું છે કે હાલ મિક્સ ઋતુનું વાતાવરણ ચાલી રહ્યું છે. આવા વાતાવરણમાં લોકોમાં શરદી ઉધરસ અને તાવની બીમારી પણ વધી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.