ગુજરાતીઓને દિકરીઓ પ્રત્યેનો પ્રેમ વધ્યો, વાંચો..
દેશમાં પણ મોટાભાગના રાજ્યોમાં દિકરીને દત્તક લેવાનું ચલણ વધ્યુ

દેશમાં પણ મોટાભાગના રાજ્યોમાં દિકરીને દત્તક લેવાનું ચલણ વધ્યુ

દેશમાં પણ મોટાભાગના રાજ્યોમાં દિકરીને દત્તક લેવાનું ચલણ વધ્યુ
ગુજરાતમાં હવે સામાજીક ચિત્ર બદલાઇ રહ્યું છે. દિકરીને ભારરુપ માનતો સમાજ હવે દિકરીના જન્મથી ખુશ થાય છે. એક અહેવાલ મુજબ સંતાન દત્તક લેવાની ઇચ્છા ધરાવનારા માતા પિતા પણ હવે દત્તક તરીકે દિકરીને લેવાનો આગ્રહ રાખી રહ્યા છે કારણ કે અહેવાલમાં દાવો કરાયો છે કે ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં 156 બાળકો દત્તક લેવાયા છે તેમાં 87 દિકરીઓ છે જ્યારે 69 દિકરા છે.
આંકડા જોઇએ તો 2023-24માં ગુજરાતમાં 110 દત્તક લેવાયેલા બાળકોમાંથી 58 બાળકી અને 52 દિકરા હતા જ્યારે 2022-23માં 90 બાળકો દત્તક લેવાયા હતા તેમાંથી 52 બાળકી છે જ્યારે 38 જ દિકરા છે. તો 2021-22માં 97 દત્તક લેવાયેલા બાળકોમાંથી 49 દિકરી અને 48 દિકરા હતા. 2020-21ની વાત કરીએ તો 107 દત્તક લીધેલા બાળકોમાંથી 59 દિકરી અને 48 દિકરા હતા.
આ આંકડા ગુજરાતના છે અને તે દર્શાવે છે કે દિકરા કરતા દિકરીમાં હવે પરિવારો વધુ રસ લઇ રહ્યા છે કારણ કે મોટાભાગના મા બાપ એવું ઇચ્છી રહ્યા છે કે તેમના ઘડપણમાં દિકરા કરતા દિકરી વધુ સંવેદના રાખીને તેમનું ધ્યાન રાખશે.
અહેવાલ મુજબ દેશમાં સૌથી વધુ બાળકો દત્તક લેવામાં મહારાષ્ટ્ર પહેલા સ્થાને છે જ્યાં ગત વર્ષે 849 બાળકો દત્તક લેવાયા હતા જ્યારે તમિલનાડુમાં 465 બાળકો દત્તક લેવાયા હતા તો પશ્ચિમ બંગાળમાં 328 બાળકો, કર્ણાટકમાં 306 બાળકો અને ઓડિશામાં 287 બાળકો દત્તક લેવાયા છે. દેશમાં 4515 બાળકો દત્તક લેવાયા છે તેમાં 1961 દિકરા અને 2554 દિકરીઓ છે. આ તમામ રાજ્યોમાં પણ દિકરીઓ સૌથી વધારે દત્તક લેવાઇ છે.
મળેલી માહિતી મુજબ 36450 દંપતીઓએ બાળક દત્તક લેવા માટે અરજી કરેલી છે અને સામે 955 બાળકો ને દત્તક લેવામાં આવશે.
આ પણ વાંચો---
રાજ્યમાં 36 હજારથી વધુએ અકસ્માતથી ગુમાવ્યા જીવ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!