ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 110 થી વધુ એશિયાટીક સિંહોના મોત : કોંગ્રેસ
સિંહોના વસવાટ વિસ્તારમાં આડેધડ બાંધકામ અને ગેરકાયદે ખાણોને મંજૂરીનો કોંગ્રેસનો આક્ષેપ

ગુજરાતની ઓળખ સમા એશિયાટીક સિંહોના જીવ સાથે સરકાર રમત કરવાનું બંધ કરેઃ કોંગ્રેસ

ગુજરાતની ઓળખ સમા એશિયાટીક સિંહોના જીવ સાથે સરકાર રમત કરવાનું બંધ કરેઃ કોંગ્રેસ
બેનિફિટ ન્યૂઝ ડેસ્ક
સિંહોના સંવર્ધન માટે કરોડો રૂપિયાના નાણાં ફાળવણી કરતી જાહેરાતો કરતી ભાજપ સરકાર બીજી બાજુ સિંહોના વસવાટ વિસ્તારમાં આડેધડ બાંધકામ અને ગેરકાયદે ખનન મંજૂરી આપવા માટે નિયમોમાં સુધારા કરતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 110 કરતાં વધુ સિંહોના મોત થતા હોવાનો કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ આક્ષેપ કરી ગુજરાતની ઓળખ ગણાતા સિંહોના જીવ સાથે રમત રમવાનું બંધ કરવા માગણી કરી છે.
એશિયાટિક સિંહોના નિવાસસ્થાન નજીક રેસ્ટોરાં, રિસોર્ટ, હોમસ્ટે, ફાર્મહાઉસ બનાવવા બાંધકામ પ્રોજેક્ટને મંજૂરી આપતા ઠરાવની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ ટીકા કરી છે. તેમણે જણાવ્યુ છે કે, ગીરનું જંગલ એશિયાઈ સિંહનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. એશિયાટીક સિંહોની છેલ્લી હયાત વસતી માટે ગીર વિશ્વમાં એકમાત્ર લેન્ડસ્કેપ છે.
એક તરફ સિંહોના સંવર્ધન માટે કરોડો રૂપિયાના નાણાં ફાળવણીની સરકાર જાહેરાતો કરે છે અને બીજી બાજુ એશિયાટિક સિંહોના નિવાસસ્થાન નજીક બાંધકામ માટેની વર્ષ-2015 માર્ગદર્શિકામાં સરકાર દ્વારા સુધારો કરી મળતિયાઓને રેસ્ટોરાં, રિસોર્ટ, હોમસ્ટે, ફાર્મહાઉસ અને અન્ય વ્યાપારી સંસ્થાઓ, ગેરકાયદેસર ખાણ ખનન માટે જમીન પધરાવી દેવા જેવી નુકસાનકારક કામગીરી કરવામાં આવી રહી છે.
સોલાર પ્રોજેક્ટ, પવન ચક્કી, મોબાઈલ ટાવર, સફારી પાર્ક સહિતના વિવિધ નિર્ણયથી મોટી નુકસાની થઇ રહી છે. બેફામ ખાણ ખનન, ગેરકાયદે બાંધકામ તો થતું જ હતું, પરંતુ હવે પોતાના મળતિયાઓના ધંધા સેટ કરવા આખા જંગલ વિસ્તાર અને ગુજરાત રાજ્યની ઓળખ એવા એશિયાટિક સિંહોને ભાજપ સરકાર નુકસાન મોટાપાયે કરી રહી છે.
ગુજરાતની ઓળખ સમા એશિયાટીક સિંહોના જીવ સાથે ભાજપ સરકાર રમત કરવાનું બંધ કરે. અણઘડ સુધારાથી વન્યજીવો અને સંરક્ષિત જંગલ વિસ્તારને નુકસાન થશે તો કોણ જવાબદાર? નવું બાંધકામ વન્યજીવન કોરિડોરને અવરોધિત કરશે. માનવ-પ્રાણી ઘર્ષણમાં વધારો કરશે અને સિંહોના નિવાસસ્થાનોને ખંડિત કરશે. સિંહોની લડાઈ, સિંહોના અન્ય પાલતું જીવો પર હુમલા સહિતની ઘટનાઓમાં વધારો થશે.
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 555 એશિયાટીક સિંહોના મૃત્યુ થયા છે. ગુજરાતમા દર વર્ષે સરેરાશ 110 થી વધુ એશિયાટીક સિંહોના મૃત્યુ થાય છે. વર્ષ 2019 માં 113, વર્ષ 2020 માં 124, વર્ષ 2021 માં 105, વર્ષ 2022માં 110 અને વર્ષ 2023માં 103 સિંહોના મોત થયા છે. જ્યારે ગત મહિને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય નજીક નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા પ્રસ્તાવિત 25 મેગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટ અંગે વન વિભાગની મંજૂરી મેળવવામાં નિષ્ફળતા બાદ અટકાવી દેવામાં આવ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.