ગુજરાતની નગરપાલિકાઓ આવકના અભાવે બની દેવાદારઃ વીજબીલ ભરવાના ફાંફા
57 નગરપાલિકાના 311 કરોડના વીજબીલ બાકી હોવાથી લોન લેવા મજબૂર

23 નગરપાલિકાને વીજબીલ ભરવા રાજ્ય સરકારે 90 કરોડની લોન આપી

23 નગરપાલિકાને વીજબીલ ભરવા રાજ્ય સરકારે 90 કરોડની લોન આપી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારબાદ રાજકીય પક્ષોનો પ્રચાર શરૂ થશે. તેવા સમયે રાજ્યની નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ પ્રચારનો મુદ્દો બને તેવી સંભાવના છે. આવકના અભાવે નગરપાલિકાઓ દેવાદાર બનતાં વીજબીલ ભરવાના પણ ફાંફા પડી રહ્યા છે. 57 નગરપાલિકાઓને વીજબીલ પેટે 311 કરોડ ભરવાના બાકી હોવાથી સરકાર પાસે લોન લેવા મજબૂર બની છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. તેવા સમયે કેટલાં શહેરોમાં અંધારપટ સર્જાય તેવી સ્થિતિ છે. મોટાભાગની નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે વીજબીલ ભરવાના પણ ફાંફા પડી રહ્યા છે. 57 નગરપાલિકાઓને વીજબીલ પેટે રૂપિયા 311 કરોડ ભરવાના બાકી છે. શહેરમાં અંધારપટ ન સર્જાય તેમજ ચૂંટણીમાં મુદ્દો ન બને તે માટે વીજબીલ ભરવા નગરપાલિકાઓએ સરકાર પાસે લોન લેવા મજબૂર થવું પડ્યું છે.
રાજ્યમાં દિવસે દિવસે નગરપાલિકાઓના માથે આર્થિક સ્થિતિ બગડી રહી છે. કર્મચારીઓના પગારથી માંડીને વીજબીલ, પાણી વેરો સહિતના ખર્ચ સામે આવકનો કોઇ સ્ત્રોત નહી રહેતાં પાલિકાઓની તિજોરી ખાલી થઇ ગઈ છે. પાલિકાના કર્મચારીઓ જ કહી રહ્યાં છે કે, વિવિધ વેરાની આવક પર પાલિકા નિર્ભર હોય છે. પરંતુ, ચૂંટાયેલાં પ્રતિનિધિઓ વોટબેંકના રાજકારણને લઈ વેરાની વસૂલાતમાં અવરોધ બની રહયાં છે. વેરાની વસૂલાતમાં ઢીલાશ દાખવવાની નીતિના કારણે પાલિકાઓની આર્થિક સ્થિતી ડામાડોળ બની છે.
રાજ્યની 57 નગરપાલિકાઓ વીજબીલ ભરવા માટે સમક્ષ નથી. રાજ્યમાં સૌથી વધુ સાવરકુંડલા નગરપાલિકાનું 46.18 કરોડ રૂપિયાનું વીજબીલ બાકી છે. આ ઉપરાંત ભૂજ નગરપાલિકાનું 42.22 કરોડ રૂપિયાનું વીજબીલ બાકી છે. શહેરીજનો પાસેથી કડક રીતે વેરાની વસૂલાત નહી કરવાના કારણો હાલની પરિસ્થિતિ સર્જાઈ છે. હવે આ પ્રશ્ન વિકરાળ બન્યો છે ત્યારે સરકારે નગરપાલિકાઓને વેરાની પઠાણી વસૂલાત કરવા સૂચના આપવી પડી છે. વીજબીલ સમયસર નહી ભરવામા આવે તો જે તે શહેરોમાં અંધારપટ સર્જાય તેમ છે.
નગરપાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ બનવાના કારણે વીજબીલ નહી ભરી શકતાં સરકારે વીજબીલ ભરવા લોન આપવી પડી છે. રાજ્ય સરકારે 23 નગરપાલિકાઓને વીજબીલ ભરવા 90 કરોડ લોન આપી છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે માંડવી, રાણાવાવ, પોરબંદર-છાયા, મુંદ્રા-બારોઇ, કુતિયાણા, ગોંડલ, નખત્રાણા, સિકકા, મોરબી, ધ્રાંગધ્રા, ઠાસરા, લિંબડી, કણજરી, બાવળા, નડિયાદ, ડીસા, દહેગામ, ચાણસ્મા, તલોદ, ધાનેરા, બાયડ અને પ્રાંતિજ પાલિકાને વીજબીલ ભરવા 90 કરોડ લોન આપી છે. લોનના હપ્તા નહી ચૂકવાય તો પાલિકાની અન્ય ગ્રાન્ટમાંથી રકમ કાપી લેવાની મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડે તાકીદ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.