ગુજરાતમાં સહાયના બેવડા ધોરણઃ ડીસાના મૃતકોને 4 લાખ અને રાજકોટમાં 15 લાખ!
સીટી બસના કોન્ટ્રાક્ટરના બદલે RMCએ સહાય જાહેર કરતાં વિવાદ થવાની શક્યતા

ડ્રાઈવર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી, ટર્મિનેટ કરીને એજન્સીને બચાવી લીધી

ડ્રાઈવર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી, ટર્મિનેટ કરીને એજન્સીને બચાવી લીધી
સુરેશ વણોલ, અમદાવાદ
ગુજરાતમાં ઘટના બન્યા બાદ બેદરકારી છુપાવવા માટે રાજ્ય સરકાર અથવા વહીવટીતંત્ર સહાય જાહેર કરીને અસરગ્રસ્તોના મોઢા બંધ કરાવી દેતી હોય છે. જોકે, સહાયમાં પણ બેવડા ધોરણો રાખવામાં આવતા હોવાનું સામે આવ્યુ છે. ડીસામાં આગની ઘટનામાં મૃતકોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી.
રાજકોટમાં સીટી બસ અકસ્માતમાં મૃતકોના પરિજનોને 15 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 2 લાખની સહાયની જાહેર કરાવામાં આવી છે. બંને ઘટનામાં વહીવટીતંત્રની બેદરકારી હોવા છતાં જવાબદારોને બચાવી લેવામાં આવ્યા તેમ લાગી રહ્યું છે.
રાજકોટમાં ઈન્દિરા સર્કલ પાસે સીટી બસના ચાલકે બેફામ ચલાવી 6 લોકોને અડફેટે લીધા હતા. જેમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો સારવાર હેઠળ છે. અકસ્માત કરનાર ડ્રાઇવર શિશુપાલસિંહનું લાઇસન્સ એક્સપાયર થયેલું હોવાનો ખુલાસો થયો છે. ગાંધીગ્રામ પોલીસે ડ્રાઈવર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે.
અકસ્માત સર્જનાર ડ્રાઇવર શિશુપાલસિંહનું ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થયેલું હોવા છતાં લાયસન્સ વગર સિટી બસ ચલાવવા કેમ દીધી? અકસ્માત મામલે PMI એજન્સી જવાબદાર હોવા છતાં તેની સામે ફરિયાદ કેમ નહી? જેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે.
મહાનગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે 4 નિર્દોષ લોકોએ જાન ગુમાવવા પડ્યા છે. સિટી બસના કોન્ટ્રાક્ટનું યોગ્ય મોનિટરીંગ નહી કરાતા અકસ્માતની ઘટના બનવા પામી છે. જ્યારે મુખ્ય એજન્સી દ્વારા ભાજપના કાર્યકરને પેટા કોન્ટ્રાક્ટ અપાયો હોવાની વિગતો સામે આવી છે. મનપાના તંત્ર અને એજન્સીને બચાવી લેવા મૃતકોના વારસદારોને રૂપિયા 15 લાખની સહાય જાહેર કરવામાં આવી છે.
રાજકોટની ઘટનામાં મૃતકોના પરિજનોને રૂપિયા 15 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 2 લાખની સહાય જાહેર કરાઈ છે. જ્યારે ડીસાની ફટાકડા ફેક્ટરીના બ્લાસ્ટની ઘટનામાં રાજ્ય સરકારે 4 લાખની સહાય જાહેર કરી હતી. જેના કારણે નાગરિકોમાં તરેહ તરેહની ચર્ચા શરૂ થઈ છે. કેટલાક નાગરિકોએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને સહાયના બેવડા ધોરણો બાબતે પોતાની નારાજગી વ્યક્ત કરતી કોમેન્ટો કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.