જંત્રી દર વધારવા મામલે રાજ્યના ખેડૂતો અને બિલ્ડરોનો શું છે અભિપ્રાય?
ખોટા વેલ્યુ ઝોનમાં સર્વે નંબરના સમાવેશ બાબતે સૌથી વધુ ગાંધીનગર જિલ્લાની અરજી

ખોટા વેલ્યુ ઝોનમાં સર્વે નંબરના સમાવેશ બાબતે સૌથી વધુ ગાંધીનગર જિલ્લાની અરજી

ખોટા વેલ્યુ ઝોનમાં સર્વે નંબરના સમાવેશ બાબતે સૌથી વધુ ગાંધીનગર જિલ્લાની અરજી
જંત્રીમાં વધારો કરવાનો નિર્ણય કરતાં બિલ્ડર સંગઠનો અને નાગરિકોએ વિરોધ કરતાં વાંધા સૂચનો મંગાવવાની સરકારને ફરજ પડી હતી. બે મહિના સુધીની સમય મર્યાદામાં આવેલી વાંધા અરજીઓનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યુ છે કે, જંત્રી દર વધારવા કરતાં ઘટાડવાની વધુ અરજીઓ મળી છે.
મહેસૂલ વિભાગે મહાનગરો ઉપરાંત બનાસકાંઠા, કચ્છ, જૂનાગઢ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં જંત્રી દરમાં બેફામ વધારો કરતાં જંત્રીના દર ઓછા કરવા માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, જંત્રી દર મામલે મહેસૂલ વિભાગને 8,508 અરજીઓ મળી છે. જેમાંથી 6753 અરજીઓ જંત્રી દર ઘટાડવા અને 1755 અરજી જંત્રી દર વધારવા મળી છે.
મહેસૂલ વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમદાવાદ, સુરત, રાજકોટ કે વડોદરામાંથી જંત્રી દર વધારવા સામે સૌથી વધુ વાંધા અરજી મળી છે. જ્યારે બનાસકાંઠા, કચ્છ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, પાટણ જિલ્લા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં જંત્રી દરના વધારાની બૂમરાડ ઉઠી છે. તેના કારણે જંત્રીનો ભાવ આજુબાજુના વિસ્તારોની સાપેક્ષમાં કેવી રીતે વધારાયો તે બાબતે સવાલ ઉભા થયા છે. બનાસકાંઠા જિલ્લો મહત્તમ પશુપાલન અને ખેતીને લગતો વિસ્તાર હોવા છતાં 411 જેટલી વાંધા અરજી મળી છે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં જંત્રીના દર ઓછા રખાયાની પણ વાંધા અરજીઓ સરકારને મળી છે. ભરૂચ જિલ્લામાંથી સૌથી વધુ જંત્રી દર ઓછો રખાયો હોવાની 477 અરજીઓ મળી છે.
જંત્રી દરમાં સમયાંતરે વધારો કરવાના બદલે વર્ષ 2011 પછી 2023માં નવી જંત્રી જાહેર કરી હતી. જ્યારે શહેરી વિસ્તારના 23,846 વેલ્યૂ ઝોન અને 17,131 ગામમાં સર્વે કરી નવી જંત્રી જાહેર કરવા માટે નવેમ્બર-2024માં સરકારે મુસદ્દો જાહેર કર્યો હતો. આ મુસદ્દારૂપ જંત્રી દરમાં મોટાભાગના વિસ્તારોમાં અનેકગણો વધારો કરાયો છે. જેનો ભારે વિરોધ થતાં રાજ્ય સરકારે વાંધા સૂચનો મંગાવ્યા છે. જિલ્લા સમિતિઓના અહેવાલ મળ્યા બાદ જે તે વિસ્તારમાં પ્રવર્તમાન જમીન-મિલકતના જંત્રી દરની નજીક વાસ્તવિક ભાવ રાખવા રાજ્ય સરકારે મોટી કવાયત કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
જંત્રી દર મામલે ખોટા વેલ્યૂ ઝોનમાં સર્વે નંબરનો સમાવેશ થયો હોવાની પણ બૂમરાડ ઉઠી છે. ખોટા વેલ્યૂ ઝોનની કુલ 94 વાંધા અરજી મળી છે. જેમાં સૌથી વધુ ગાંધીનગર જિલ્લામાં 14, કચ્છ અને ભરૂચ જિલ્લામાં 13-13 અને અમદાવાદ જિલ્લામાં 11 અરજીઓ મળી છે. જ્યારે સર્વે કે અંતિમ ખંડ નંબરનો જંત્રીમાં સમાવેશ જ ન કરાયો હોય તેવી કુલ 268 અરજી મળી છે. જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 47, ખેડા જિલ્લામાં 36 અને સુરત જિલ્લામાંથી 29 અરજીઓ મળી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.